20 એપ્રિલે હોંગકોંગમાં વિખ્યાત લકઝરી બ્રાન્ડનાં આભુષણો ખરીદવાની તક

440

DIAMOND TIMES – આગામી તારીખ 20 એપ્રિલે હોંગકોંગમાં અગ્રણી ઓકશન હાઉસ સોથેબી દ્વારા બાઉચરોન, બલ્ગારી, કાર્ટીઅર, ચાનેલ , ચોપાર્ડ,ગ્રાફ, હેરી વિન્સ્ટન,હેર્મેસ સહીતની વિશ્વ વિખ્યાત લકઝરી બ્રાન્ડની મેગ્નિફિસન્ટ જ્વેલરીની વિશાળ શ્રેણીનું ઓકશન કમ પ્રદર્શન યોજાશે.આ જ્વેલરી ઓકશનમાં 63.66 કેરેટ પિઅર- આકારના શુધ્ધ વ્હાઈટ કલરના હીરા જડીત કાર્ટિયરની સુપ્રસિદ્ધ કલાત્મકતા અને કારીગરીની ભવ્યતાને રજુ કરતી રોક ક્રિસ્ટલ બ્રેસલેટ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઓક્શનમાં ઓકશન હાઉસ સોથેબીના ડાયમંડ્સ પણ પ્રદર્શન કમ હરાજી માટે મુકાશે.

કાર્ટિયરની સુપ્રસિદ્ધ કલાત્મકતા અને કારીગરીની ભવ્યતાને રજુ કરતી રોક ક્રિસ્ટલ બ્રેસલેટને બનાવતા કારીગરોને 2000 કલાકનો સમય લાગ્યો છે.બ્રેસલેટમાં આર્ટ ડેકો દ્વારા બે સફેદ કલરના હીરાનું સુંદર રીતે સંયોજન કરવામાં આવ્યુ છે.આ બ્રેસલેટની અપેક્ષિત વેંચાણ કીંમત આશરે 5.16 મિલિયન ડોલરથી 8.39 મિલિયનની ડોલર ધારવામાં આવી છે.આ ઓક્શનમાં 277.673 કેરેટ વજનનું અન્ય એક બ્રેસલેટ પણ મુકવામાં આવનાર છે.જેમા મ્યાનમારની પ્રસિધ્ધ ખાણના ગ્રીન અને વિવિડ ગ્રીન કલરના રત્નો જડવામાં આવ્યા છે.આ ઉપરાંત જેવેલ માસ્ટર પીસની શ્રેણીમાં કાર્ટિયરની 23.48 કેરેટ ફેન્સી ડીપ ગુલાબી હીરાની રીંગ અને નેકલેસ સામેલ છે.