સરકારની સ્કીમમાં સસ્તા ભાવે સોનુ ખરીદવાની તક

284

DIAMOND TIMES-રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વખતે સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ રૂપિયા 4807 રૂપિયા નક્કી કરવામાં આવી છે . ઉપરાંત ઓનલાઇન ખરીદી અને ડિજિટલ માધ્યમથી ચુકવણી કરનારા રોકાણકારોને પ્રતિ ગ્રામ વધુ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ માધ્યમ દ્વારા ખરીદી કરનાર રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 4757 રૂપિયા છે. સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ છે અને તેને ડીમેટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયાના બદલે સોનાના વજન મુજબ રાખવામાં આવ્યુ છે.વર્તમાન સમયે એક બોન્ડની કીંમત 5 ગ્રામ સોના જેટલી નિર્ધારીત કરી છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી.સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક નાણાંકીય વર્ષમાં એક વ્યકિત 4 કિગ્રા સોનાના બોન્ડની ખરીદી શકે છે.જ્યારે ટ્રસ્ટ કે તેના જેવા ક્રાઈટ એરિયામા આવતી અન્ય સંસ્થાઓને એક નાણાંકીય વર્ષમાં 20 કિગ્રા સુધીના બોન્ડની ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે.રોકાણકાર ઓછામા ઓછા 1 ગ્રામ કે તેના મલ્ટીપલમાં ખરીદી કરી શકે છે. બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલા 999 શુદ્ઘતાના ગોલ્ડની કલોઝિંગ પ્રાઈઝના આધારે નક્કી કરાય છે.સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી બેંક,પોસ્ટ ઓફિસ કે પછી વેબસાઇટ દ્વારા ડિજિટલી ખરીદી શકાય છે.આ એક પ્રકારનું સુરક્ષિત રોકાણ છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણના ફાયદા
મેચ્યોરિટી પર સોવરેન ગોલ્ડ બોન્ડ ટેકસ ફ્રી હોય છે.
કેન્દ્ર સરકાર સમર્થિત હોવાના કારણે ડિફોલ્ટનું જોખમ રહેતું નથી.
ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ બોન્ડને મેનેજ કરવાનું સરળ રહે છે.
પ્યોરિટીની ઝંઝટ રહેતી નથી અને કિંમત ૨૪ કેરેટ ગોલ્ડના આધારે નક્કી કરાય છે.
એકિઝટનો સરળ વિકલ્પ છે.ગોલ્ડ બોન્ડના અગેન્સ્ટ લોનની સુવિધા મળે છે.
મેચ્યોરિટી પિરીયડ ૮ વર્ષનો રહે છે અને ૫ વર્ષ બાદ વેચવાનો વિકલ્પ પણ મળે છે.