પન્ના ખાણનો 14.09 કેરેટનો રફ હીરો ખરીદવાની તક

749
પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

DIAMOND TIMES – મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મળી આવતા અંદાજીત રૂપિયા સવા કરોડની રિઝર્વ વેલ્યુ ધરાવતા કુલ 139 રફ હીરાની આગામી તારીખ 21 સપ્ટેમ્બરના રોજ હરાજી થવાની છે.જેમા ભાગ લેવા સુરત,મુંબઈ,દિલ્હી,હૈદરાબાદ સહીત દેશના અન્ય ભાગોમાંથી હીરા કારોબારીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

પન્નાના અધિકારી રવિ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે પન્ના જિલ્લાના કૃષ્ણ કલ્યાણપુર ગામ પાસે લીઝ પર લીધેલી જમીનમાથી ખોદકામ દરમિયાન ગત ફેબ્રુઆરીમાં 14.09 કેરેટ વજનનો મોટા રફ હીરો મળી આવ્યો હતો.આ મોટા રફ હીરા સહીત પન્નાની ખાણમાથી મળી આવેલા અન્ય રફ હીરા મળી કુલ 156.46 કેરેટ રફ હીરા હરાજીમાં મુકવામાં આવનાર છે.

ઉલ્લેખનિય છે કે 14.09 કેરેટ વજનના મોટા રફ હીરાની આ અગાઉ પણ હરાજી કરવામાં આવી હતી.પરંતુ રિઝર્વ કીંમતે ખરીદદાર નહી મળતા તે અગાઉની હરાજીમાં વેચાયો ન હતો.હવે તેને આગામી 21 સપ્ટેમ્બરની હરાજીમાં મુકવામાં આવતા આ હીરો હવે મુખ્ય આકર્ષણ બનવાની ધારણા છે.આ સૌથી મોટા રફ હીરા ની આશરે રૂપિયા 60 લાખની આસપાસ કીંમત મળવાની ધારણા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે રફ હીરાની હરાજીમાંથી મળતી આવક સરકારી રોયલ્ટી અને ટેક્સ કપાયા બાદ સંબંધિત ખાણકામ કરનારને આપવામાં આવશે.મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 380 કિમી દૂર પન્ના જિલ્લામાં કુલ 12 લાખ કેરેટ રફ હીરાના ભંડાર હોવાનો અંદાજ છે.

મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં ચાર મજૂરોને અંદાજીત રૂપિયા 40 લાખની કિંમતનો 8.22 કેરેટનો હીરા મળ્યો છે.પન્ના કલેક્ટર સંજયકુમાર મિશ્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે રતનલાલ પ્રજાપતિ અને અન્ય લોકોને જિલ્લાના હીરાપુર ટાપરિયાં વિસ્તારમાં ભાડે લીધેલી જમીન ખોદકામ કરી રહ્યાં હતા ત્યારે આ રફ હીરો મળી આવ્યા છે જેની પણ હરાજી કરવામાં આવશે.