લેબગ્રોન હીરા જડીત જ્વેલરીના ક્ષેત્રમાં વૃદ્ધિની વિપુલ તક

838

DIAMOND TIMES – સુરતમાં ડાયમંડ નગરી સુરતમાં પ્લેઈન અને કુદરતી હીરા જડીત જ્વેલરીના અનેક યુનિટો ધમધમી રહ્યા છે.તેની તુલના એ સુરતમાં હાલ લેબગ્રોન હીરા જદીત જ્વેલરી બનાવતી માત્ર ચાર જ કંપનીઓ કાર્યરત છે.બીજી તરફ અમેરિકા, હોંગકોગ સહીતના અનેક દેશોમાં લેબગ્રોન ડાયમંડ જડેત જ્વેલરીની ખુબ માંગ છે.પરિણામે લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની નિકાસમાં વૃદ્ધિ અને નિકાસની વિપુલ તક હોવાનું ભંડેરી લેબગ્રોન ડાયમંડ કંપનીના ડો.સ્નેહલ પટેલ અને સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુકાકા વાઘાણીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ હતુ.

ડો.સ્નેહલ પટેલે કહ્યુ કે વર્તમાન સમયમાં સુરતમાં પાછલા છ વર્ષ દરમિયાન 400 જેટલી લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ શરૂ થઈ ગઈ છે.જ્યારે લેબગ્રોનની માંગમાં મે થી જુલાઈ -2021 દરમિયાન 38 ટકાનો જ્યારે પાછલા ત્રણ વર્ષમાં 300 ટકાનો વધારો થયો છે.લેબગ્રોન ડાયમંડની માંગ ‌‌વધતા મેન્યુફેચરિંગ યુનિટો પણ વધ્યા છે.

SLDA (સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન) ના પ્રમુખ બાબુકાકાએ કહ્યુ કે સુરતમાં જેટલા લેબગ્રોન ડાયમંડ બને છે તેમા થી મોટા ભાગના લેબગ્રોન હીરાની વિદેશમાં નિકાસ થાય છે.પરંતુ હવે ધીમે ધીમે લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ શરૂ થઈ ગઈ છે.વર્તમાન સમયે સુરતમાં ચાર કંપનીઓ લેબગ્રોન જ્વેલરી બનાવે છે.જે પૈકી મોટો જ્વેલરીનો એક મોટો હિસ્સો વિદેશમાં નિકાસ કરે છે.

લેબગ્રોન જ્વેલરી દરેક માટે ઉપલબ્ધ બની છે : બાબુભાઈ વાઘાણી

બાબુભાઈ વાઘાણી કહ્યુ કે અમારી કંપની પાછલા છ વર્ષથી લેબગ્રોનના ક્ષેત્રમાં કાર્યરત છે.આગામી સમયમાં અમારી કંપની પણ લેબગ્રોન હીરા જડીત જ્વેલરીના ક્ષેત્રમાં પ્રવેશી તેની અમેરીકામાં નિકાસ કરવાની યોજના છે.આ યોજના પર અમો મક્કમતાથી કામ કરી રહ્યા છીએ. અમોએ જ્વેલરીના સેમ્પલ પણ અમેરીકામાં મોકલી આપ્યા છે.

કુદરતી હીરા જડીત જ્વેલરીની તુલનાએ લેબગ્રોન જ્વેલરી સસ્તી પડતી હોવાથી સામાન્ય આર્થિક પરિસ્થિતી ધરાવતા પરિવાર પણ તેની આસાનીથી ખરીદી કરી શકે છે.અગાઉના સમયમાં એક કહેવાતુ કે હીરા જડીત જ્વેલરી માત્ર રાજા – રજવાડાઓ અને શ્રીમંત લોકો જ ખરીદી કે પહેરી શકે છે.પરંતુ લેબગ્રોન આવતા હવે તે દરેક માટે ઉપલબ્ધ બની છે . વિદેશીઓ પણ લેબગ્રોનના દાગીનાને સ્વીકારી તેની ખરીદી કરી રહ્યા છે.ટુંકમાં એમ કહી શકાય કે હીરા માત્ર સદા માટે જ નહી પણ દરેક માટે ઉપલબ્ધ છે.વિદેશી માર્કેટોમાં લેબગ્રોન ડાયમંડની માંગ પણ ‌વધી રહી હોવાથી તેમાં વિપુલ તક દેખાઈ રહી છે.