ડિજીટલ માર્કેટીંગ ક્ષેત્રમાં કમાણીની વિપુલ તકો : ફોરમ મારફતિયા

745

ચેમ્બર દ્વારા આયોજીત કેરીયર ગાઇડન્સ મહોત્સવમાં ડિજીટલ માર્કેટીંગ વેબિનારમાં ફોરમ મારફતિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યુ “ નોકરી છોડો વ્યાપાર કરો “

DIAMOND TIMES– ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ સુરત (ગુજરાત સરકાર) ના સંયુકત ઉપક્રમે ‘ડિજીટલ માર્કેટીંગ : કરન્ટ એન્ડ ફયૂચર ઓપોર્ચ્યુનિટીઝ (નોકરી છોડો વ્યાપાર કરો)’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડિજીટલ મીડિયા માર્કેટીંગ ટ્રેનર, કોચ અને પબ્લીક સ્પીકર ફોરમ મારફતિયા પટેલે વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ફોરમ મારફતિયા પટેલે જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ઘણા લોકોની નોકરી છૂટી ગઇ હતી.જ્યારે મોટા ભાગના લોકોને અડધી સેલરીએ નોકરી કરવાની નોબત આવી હતી.એવા સંજોગોમાં માત્ર ભારતમાં જ ડિજીટલ માર્કેટીંગ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ લાખથી વધુ નોકરીની તકો ઉભી થઇ છે. જો કે એના માટે નોકરી કરવા ઇચ્છુક લોકો સ્કીલ્ડ હોવા જોઇએ.વિદ્યાર્થીઓ ડિજીટલ માર્કેટીંગનો અભ્યાસ કરીને નોકરી જ નહીં પણ ઇન્ફલૂએન્સર અને યુ ટયુબર બની નવા બિઝનેસ પણ શરૂ કરી શકે છે એમ ફોરમ મારફતિયાએ કહ્યુ હતુ.

વધુમાં તેમણે જણાવ્યું કે ડિજીટલ માર્કેટીંગમાં વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. સાથે જ ફેમિલી બિઝનેસને ટેકનોલોજી ફ્રેન્ડલી પણ બનાવી શકે છે.ફેમિલી બિઝનેસમાં તેઓ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન લાવી શકે છે કે ફ્રી લાન્સીંગ પણ કરી શકે છે.પણ એના માટે વિદ્યાર્થીઓને ડિજીટલ માર્કેટીંગની સ્કીલ્સ શીખી પ્રેકટીકલ નોલેજ પણ લેવું પડશે.વિદ્યાર્થીઓ કોલેજની સાથે પાર્ટ ટાઇમ કામ કરી 10 થી લઇને ર૦ હજાર સુધી કમાણી કરી શકે છે.ફુલ ટાઇમ ડિજીટલ માર્કેટીંગ કરનારા લોકો મહિને રૂપિયા પ૦ હજાર સુધીની પણ આવક રળી શકે છે.

વધુમાં તેમણે કહયું કે ભવિષ્યમાં ડિજીટલ વેવનું ખૂબ જ મહત્વ વધશે.એના માટે વિદ્યાર્થીઓએ ક્રિએટીવિટી, ટેકનીકલ નોલેજ, માર્કેટીંગ સ્ટ્રેટેજી અને બિઝનેસ મેનેજમેન્ટ તથા એકઝીકયુશન શીખવું પડશે. વિદ્યાર્થીઓએ આ ચારેયની અલગ અલગ સ્કીલ્સ કેળવવી પડશે. એક જ વ્યકિત બધું નહીં કરી શકે અને એવું કરવું પણ ન જોઇએ. જેની જેમાં આવડત હોય એમાં જ તે માસ્ટરી મેળવી શકશે.કારણ કે દરેક વ્યકિતનું લોજીકલ અને ક્રિએટીવ નોલેજ એકસરખું હોતુ નથી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. જ્યારે ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.