રેસીપી જ રાખે છે રેર : મોનોપોલી તુટી કે બધુ વેરવિખેર

લેબગ્રોન હીરાનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.જેથી લેબગ્રોન હીરાના ઉત્પાદનના કારોબારમાં ઝંપલાવવા અનેક સાહસિકો લાઈનમાં છે. તેઓ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટેની આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી અને રેસિપી ઇનહાઇસ તૈયાર કરવા કરોડો ખર્ચવા તૈયાર છે.આ ક્ષેત્રના જાણકાર રમેશભાઈ વૈષ્ણવ કહે છે કે હીરાને લેબમાં તૈયાર કરવા એ કાઈ સુરતી લોચો તૈયાર કરવા જેટલુ આસાન કામ નથી. પરંતુ ખુબ જ ચોકસાઈ પુર્વક કરવી પડતી વૈજ્ઞાનિક કેમીકલ પ્રક્રીયા છે. તેમણે ઉમેર્યુ કે લેબમાં હીરાને તૈયાર કરવા માટે યોગ્ય ટેકનિક યુકત મશીનરીની જરૂર તો પડે જ છે.પરંતુ તેની સાથોસાથ યોગ્ય રેસિપીની પણ આવશ્યકતાઓ રહેલી છે. પરફેક્ટ રેસીપી વગરની મશીનરી એ ફૂટેલી કારતુસ સમાન છે.

DIAMOND TIMES : તાજેતરમાં સુરત સ્થિત હીરાની એક અગ્રણી કંપનીએ લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરતા 500 મશીન્સની એક સાથે ખરીદી કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.હીરા ઉદ્યોગના સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ આર્થિક રીતે સક્ષમ હીરાની એ કંપની પાછલા ઘણા સમયથી લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે ઇનહાઉસ મશીનરી અને લેબગ્રોન હીરા બનાવવા માટે રીચર્સ દ્વારા રેસિપિ જાણવા અથાક મહેનત કરી રહી હતી.

નોંધનિય વાત તો એ છે કે રિચર્સની કામગીરી માટે ઉપરોકત કંપનીએ વર્લ્ડ ક્લાસ તજજ્ઞ અને નિષ્ણાંતોની મોટી ટીમની સેવા લીધી હતી. આમ છતા પણ લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે જરૂરી મશીનરી અને રેસિપી (એટલે કે યોગ્ય રાસાયણીક કે ફીઝીક્સ પ્રક્રીયા અને તેમા વપરાતા વિવિધ દ્રવ્યો) અંગે લાંબા સમયની મથામણ અને મહેનતના અંતે પણ સફળતા મળી ન હતી.ટૂંકમાં વાર્ષિક કરોડા ડોલરના હીરા અને જવેલરીની નિકાસ કરતી આર્થિક રીતે સધ્ધર અને મેનેજ્મેન્ટમાં સક્ષમ એ હીરાની કંપનીએ લાંબી મથામણ,અથાક મહેનત અને અઢળક નાણાનો ખર્ચ કર્યા પછી પણ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટે વપરાતી મશીનરીની અને યોગ્ય રેસીપી ઇનહાઉસ તૈયાર કરવામાં નિષ્ફળ નિવડી હતી. જેથી આ કંપનીએ કંટાળીને લેબગ્રોન હીરાને ઇનહાઊસ લેબમાં તૈયાર કરવાના પ્રોજેક્ટને પડતો મુકી મજબુરીથી લેબગ્રોન હીરાના ઉત્પાદનના ક્ષેત્રમાં મોટૂ નામ ધરાવતી કંપની પાસે અંદાજીત 500 મશીન્સની ખરીદી કરી છે.જેના માટે એ કંપનીએ અંદાજીત 500 કરોડનો ખર્ચ પણ કર્યો છે.જો કે બીજી તરફ 500 કરોડનો ખર્ચ કર્યા પછી પણ એ કંપનીને લેબગ્રોન હીરા તૈયાર કરવાની મશીનરીની ટેકનોલોજી કે તેની રેસીપી મળી નથી.કેમ કે લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ઉસ્તાદ અને નંબર વન એવી કંપનીએ કેટલીક શરતોને આધિન મશીનરીનું વેચાણ કર્યુ છે.જેના પરથી કહી શકાય કે લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં પણ મોટાઓની મોનોપોલી છે.જે લેબગ્રોન હીરાને રેર રાખવામાં મહત્વનો રોલ ભજવે છે.

લેબગ્રોન હીરાનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.જેથી લેબગ્રોન હીરાના ઉત્પાદનના કારોબારમાં ઝંપલાવવા અનેક સાહસિકો લાઈનમાં છે. તેઓ લેબગ્રોન હીરાને તૈયાર કરવા માટેની આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી અને રેસિપી ઇનહાઇસ તૈયાર કરવા કરોડો ખર્ચવા તૈયાર છે.આ ક્ષેત્રના જાણકાર રમેશભાઈ વૈષ્ણવ કહે છે કે હીરાને લેબમાં તૈયાર કરવા એ કાઈ સુરતી લોચો તૈયાર કરવા જેટલુ આસાન કામ નથી. પરંતુ ખુબ જ ચોકસાઈ પુર્વક કરવી પડતી વૈજ્ઞાનિક કેમીકલ પ્રક્રીયા છે. તેમણે ઉમેર્યુ કે લેબમાં હીરાને તૈયાર કરવા માટે યોગ્ય ટેકનિક યુકત મશીનરીની જરૂર તો પડે જ છે.પરંતુ તેની સાથોસાથ યોગ્ય રેસિપીની પણ આવશ્યકતાઓ રહેલી છે. પરફેક્ટ રેસીપી વગરની મશીનરી એ ફૂટેલી કારતુસ સમાન છે. કેમ કે જો રેસીપી પરફેક્ટ નહી હોય તો મશીનરીની મદદથી લેબમાં તૈયાર કરવામાં આવતા હીરામાં નિર્ધારીત કલર આવતો નથી.પરિણામે હલકી ગુણવત્તા ધરાવતા એ હીરાની પત્થરથી વિશેષ કોઇ કિંમત નથી.પરિણામે લેબમાં હીરા તૈયાર કરવામાં જો પરફેક્શન રેસીપીનો અભાવ હશે તો નફો મેળવવાની વાત તો બાજુએ રહી,પણ મોટી નુકશાની ભોગવવાનો વારો આવી શકે છે.

લેબમાં હીરાને તૈયાર કરવા માટે આધુનિક ટેકનોલોજી ધરાવતી યોગ્ય મશીનરી,જરુરી પરફેક્ટ રેસીપી, સખત મહેનત,ચોકસાઈ,પરફેકશન અને આર્થિક સક્ષતા જરૂરી હોવાથી આ ક્ષેત્રમાં મોટાઓની મોનોપોલી તોડવી એ સામાન્ય લોકોના ગજા બહારની વાત છે.આ ક્ષેત્રમાં સુરતની આંગળીના વેઠે ગણી શકાય તેટલી જુજ કંપનીઓને સફળતા મળી છે.પરંતુ જે કંપનીઓ સફળ થઈ છે અને નફાના મીઠા ફળ ચાખી રહી છે.તેવી કંપનીઓએ સફળતા મેળવવા સમય,શક્તિ અને નાણાનો ખુબ મોટો ભોગ આપ્યો છે.એમ કહી શકાય કે વર્ષોની સખત તપસ્યા બાદ તેઓને આ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ છે.

લેબગ્રોન હીરાનું વેંચાણ કુદરતી હીરાથી આગળ નીકળી જશે : પ્રોફેશનલ જ્વેલરનો અહેવાલ

છેલ્લા ઘણા વર્ષોમાં લેબગ્રોન હીરા બજારમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે.આમ તો લેબગ્રોન હીરાનું ઉત્પાદન લગભગ પાછલા 70 વર્ષથી કોઈને કોઈ સ્વરૂપે થતુ આવ્યુ છે.પરંતુ એ હીરા જેમ ક્વોલિટીના ન હતા પરંતુ હવે જેમ ગુણવત્તા ધરાવતા હીરાનું લેબમાં ઉત્પાદન શક્ય બનતા હવે લેબગ્રોન હીરા જડીત જ્વેલરી વાસ્તવિકતા બની વૈશ્વિક બજારમાં ધુમ મચાવી રહી છે.આવી આદર્શ સ્થિતિ વચ્ચે અગ્રણી મીડીયા પ્રોફેશનલ જ્વેલરના અહેવાલ અનુસાર ભવિષ્યમાં લેબગ્રોન હીરાનું સેલ્સ કુદરતી હીરાથી આગળ નીકળી જશે. યુક્રેન કટોકટીના કારણે રફ હીરાના પુરવઠાની તંગીની વિકટ સમસ્યા વચ્ચે લેબગ્રોન હીરાએ સિરત સહીત સમગ્ર ગુજરાતના ઉદ્યોગને ધબકતો રાખ્યો છે.બીજી તરફ લેબગ્રોન ક્ષેત્રે વિકાસની વિપુલ સંભાવના હોવાનું સુરતની અગ્રણી લેબગ્રોન કંપની સોનાણી ઇન્ડસ્ટ્રીઝના મહેશભાઈ સોનાણીએ જણાવ્યુ હતુ.

મહેશભાઈ સોનાણીએ ઉમેર્યુ કે વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની માગ ખૂબ મોટા પાયે વધી રહી છે.અમેરિકા જેવા દેશોની અંગ જનરેશન લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરા જડીત જ્વેલરી પાછળ ક્રેઝી છે.વિશ્વ બજારમાં લેબગ્રોનની સતત વધતી જતી માંગ પાછળ આમ તો એક કરતા અનેક સકારાત્મક પરિબળો છે.જે પૈકી લેબગ્રોન હીરા ઈકો ફ્રેન્ડલી,સંઘર્ષ મુક્ત અને રિયલ ડાયમંડની તુલનાએ નીચી કિંમત તેના મુખ્ય અને મહત્વના પરિબળો છે. વિશ્વના 15 પૈકી 14 હીરાનું કટીંગ અને પોલિશ્ડનું કામ થાય છે.આવા સકારાત્મક માહોલમાં લેબગ્રોન હીરા ઝળહળતા કારોબારનો ઉદય થયો છે.હવે સુરત લેબગ્રોન ડાયમંડ હિરાના ઉત્પાદન અને મેન્યુફેકચરીંગનું વિશ્વનું કેન્દ્ર બની રહ્યું છે.નોંધનિય છે કે સુરતના વેપારીઓએ છેલ્લા એક વર્ષમાં 8,500 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ કરી હોવાના ઉત્સાહજનક આંકડાઓ સામે આવ્યા છે.

લેબગ્રોન ડાયમંડનું સુરતના હીરા ઉદ્યોગની પ્રગતિમાં મોટૂ યોગદાન

આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યાર સુધી સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા.લાખો કરોડોના ડાયમંડ એક્સપોર્ટ સુરતથી થાય છે.સુરતમાં અત્યાર સુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા.વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે.પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે. સુરતમાં સૌથી મોટો નેચરલ ડાયમંડ નો વેપાર હતો.જેમાં કટીંગ અને પોલીસિંગ સૌથી મહત્વનું હતું. વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થતા હતા. જોકે, આ સિવાયના ડાયમંડ માટે અન્ય દેશો પર ભારતે નિર્ભર રહેવું પડતું હતું. પણ તૈયાર થયા બાદ સુરતથી એક્સપોર્ટ થયા બાદ અન્ય દેશોમાં ગયા બાદ તે જ્વેલરીમાં ઉપયોગમાં લેવાતા હતા અને જ્વેલરી અન્ય દેશોમાં જઈને વેચાણ થતું હતું.

ધીરે-ધીરે સિન્થેટિક ડાયમંડની માંગ વધવાની સાથે અન્ય દેશમાંથી મંગાવવામાં આવતાં ડાયમંડ હવે ધીરે ધીરે ભારતમાં જ બનવાના શરુ થયા છે.જેને લેબગ્રોન ડાયમંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.જેનો સૌથી વધારે જ્વેલરીમાં ઉપયોગ થવા લાગ્યો છે.જેને લઇને સામાન્ય વ્યક્તિ પણ જ્વેલરી ડાયમંડનો શોખ ધરાવતી હોય તો તે આ જ્વેલરી ખરીદી શકે છે. અત્યારે શહેરમાં કુલ 2500 મશીનો શરૂ છે,જે આંક 5000 પર પહોંચશે. લેબગ્રોનના કારોબાર સાથે સંકળાયેલા કીરણભાઈ કહે છે કે લેબગ્રોન ડાયમંડ બનાવતી મોટી 10 ફેક્ટરી છે.નાના યુનિટો 300 કરતા વધારે છે.હાલ 2 લાખ કેરેટ દર મહિને સુરતમાં બને છે.ઇન્ડિયન લેબગ્રોન જાડા હોય છે. જ્યારે ચીનના HPHT ડાયમંડ જાડા અને પાતળા હોય છે.ભારતમાં પાતળા લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા વીજળીની ખુબ જરૂરિયાત હોય છે.ભારતને લેબગ્રોન પાતળા હીરા બનાવવા પરવડે તેમ નથી.ડાયમંડ લઈને સુરત ઉદ્યોગને એક નવી રાહ મળી છે અને મોનોપોલી ધંધો હોવાને લઈને સુરતના ધીરે ધીરે આ ધંધાનો વ્યાપ વધી રહ્યો છે.

લેબગ્રોન ડાયમંડની માગ વિશ્વભરમાં ખૂબ મોટા પાયે વધી રહી છે.

અમેરિકા જેવા દેશોમાં તો આ ડાયમંડની ખૂબ જ ડિમાન્ડ વધી છે. રિયલ ડાયમંડની સરખામણીએ તે ખૂબ જ સસ્તો છે. મહત્વની બાબત એ છે કે, જે રિયલ ડાયમન્ડ છે તે ખાણમાંથી કાઢવામાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ઊભી થતી હોય છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે અને ઘણી વખત ખાણમાં કામ કરતા કામદારોનું શોષણ થવાની વાતો પણ સામે આવતી હોય છે. તેવા સંજોગોમાં અમેરિકા જેવા દેશોમાં જે જનરેશન ઝેડ તરીકે ઓળખાય છે તે યુવા વર્ગ રિયલ ડાયમંડ કરતાં પણ લેબગ્રોન ડાયમંડ ખરીદવો ખૂબ પસંદ કરી રહ્યા છે. આમ તો સુરતમાં નેચરલ ડાયમંડનું કટીંગ અને પોલીસનું સૌથી મોટું કામ કરે છે ડાયમંડ માટેનેચરલ ડાયમંડ કટિંગ કરતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા 40% ફેક્ટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે.જે સૂચવે છે કે હવે રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડનું કામ કરવું પણ લાભકારક છે.ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓ પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે.આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં 70% ફેક્ટરી કામ કરતી થઈ જશે.હીરા ઉદ્યોગમાં સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી.

હવે રફ ડાયમંડની અછત ઊભી થશે નહીં

કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ લેબગ્રોન ડાયમંડ પ્રોડક્શન થશે.જેથી ચીન કે રશિયા ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં. હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થાય છે અને સુરતમાં જ કટિંગ થશે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અલરોસા જેવી કંપની ઉપર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો લાગતા રફ ડાયમંડની અછત ઉભી થઇ હતી.

હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે : 900% જેટલો ગ્રોથ કરી શકે છે

આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે. હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે.અંદાજ મુજબ માત્ર એક વર્ષમાં આ ઉદ્યોગ 900% જેટલો ગ્રોથ કરી શકે છે.તો આગામી પાંચ વર્ષની અંદર સ્થિતિ શું હશે તે કલ્પના બહાર છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશન આ ઉદ્યોગને વધુમાં વધુ વધારવા માટે સતત કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે. મહત્વની બાબત એ છે કે, સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.

હીરાનું વેલ્યુએડીશન કરવાનું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થયું

દેશના વડાપ્રધાન જે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સુરતમાં આવતા હતા અને ઉદ્યોગકારો અને વેલ્યુ એડીશન સેવા શરૂ કરી પોતાના ઉદ્યોગને આત્મનિર્ભર કરવા માટે અનેક વખત સૂચન પણ કર્યા હતા. ત્યારે હવે આ ડાયમંડ ને લઈને નેચરલ ડાયમંડ સાથેનો આ લાઇનમાં જ્વેલરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેને લઇને સુરતના વેપારીઓને દર વર્ષે સૌથી મોટો ફાયદો થાય છે અને ચાલુ વર્ષે આ ફાયદો 8500 રોડ પર પહોંચ્યો છે.લેબગ્રોન એ ઉદ્યોગ ને એક નવી તક આપી છે.આ તકને લઈને સીધો ફાયદો સુરતમાં રોજગારી તો વધશે સાથે-સાથે રત્ન કલાકારોને પણ મોટો ફાયદો દેખાઈ રહ્યો છે.