DIAMOND TIMES -કરચોરો પરની કેન્દ્ર સરકારની જાસૂસી જાળ હવે દરેક કોમ્પ્યુટર સુધી પહોંચી ગઈ છે. નાણામંત્રીએ તા.1 એપ્રીલથી લાગુ થતા જાહેરનામા મુજબ કંપનીઓએ તેની તમામ લેવડ દેવડનો રેકોર્ડ રાખવા ‘આંકડા-ટ્રેલ’ સીસ્ટમ લાગુ કરવાની ફરજીયાત બનાવ્યું છે.આ ઓડિટ-ટ્રેલ એટલે તે દરેક એન્ટ્રીની તારીખ અને તે એન્ટ્રીમાં જો કોઈ ફેરફાર કરવામાં આવે તો તેનો રેકોર્ડ સુરક્ષિત રાખશે અને જો કોઈ પાછલી તારીખથી એન્ટ્રી પાડવામાં આવે કે કોઈ હવાલો નાખવામાં આવે તો તે પણ રેકોર્ડ થશે.
વાસ્તવમાં બેન્કો કે ક્રિપ્ટોકરન્સી કંપનીઓ જે કોમ્પ્યુટર-સોફટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને ‘બ્લોક-ચેઈન’ કરવામાં આવે છે જેમાં એક વખત દાખલ થયેલી એન્ટ્રી કદી ડિલેટ કરી શકાતી નથી કે બદલી શકાતી નથી. જો કોઈ ભુલ હોય કે ફેરફાર કરવો જરૂરી હોય તો તેના માટે નવી જ એન્ટ્રી કરવી પડે છે જે ભવિષ્યમાં દરેક એકાઉન્ટીંગ સોફટવેર માટે પણ જરૂરી બનશે. પણ હાલ તો કેન્દ્ર સરકારે દરેક કંપનીઓ જીએસટી-હોલ્ડર્સ તેના હિસાબી કામ માટે જે સોફટવેરનો ઉપયોગ કરે છે.
તેમાં ઓડીટ-ટ્રેલ-સોફટવેર પણ જોડાયેલો હોય તે જરૂરી બનાવ્યું છે. જેના કારણે એન્ટ્રી બદલી શકાશે પણ તેનો અગાઉથી એન્ટ્રી સાથે રેકોર્ડ બની જશે. જેના કારણે એકાઉન્ટીંગમાં કરચોરી માટે બદલાવ કરવામાં આવે તો તેની જાણ થઈ જશે.અગાઉ આ પ્રકારના બદલાવને છૂપાવી શકાતા હતા પણ હવે તેની લીંક આપોઆપ આવી જશે. કંપનીઓ માટે પણ સરળતા હશે કે તેમાં ફ્રોડ થયા અંગેની પણ માહિતી ઝડપથી મળી જશે. આ બ્લોક ચેઈન ટેકનોલોજીનો પ્રાથમીક અવતાર છે અને દુનિયામાં તેનાથી પણ આગળની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.