રફ હીરા પર બનેલી ક્રાઈમ થ્રિલર : હિડન એસેટ્સ

DIAMOND TIMES – રફ હીરાના વિષયને મધ્યમાં રાખી ‘હિડન અસેસ્ટ‘ નામની ક્રાઇમ થ્રીલર બની છે.જેનું શૂટિંગ એન્ટરેપ અને આયર્લેન્ડ જેવા દેશોમાં થયું છે.આયર્લેન્ડમાં પર પ્રસારિત થઈ ચૂકેલી આ થ્રીલર ફીલ્મને હવે યુ.એસ.માં એકોર્ન ટીવી અને યુકેમાં બીબીસી દ્વારા પ્રસારિત કરવામાં આવશે.આ ફીલ્મમાં આઇરિશ એક્ટ્રેસ એન્જેલીન બેલે મુખ્ય ભૂમિકા ભજવી છે.

એક ડ્રગ્સનો વેપારીને તેના કામ માટે અઢળક મુદ્રા મળે છે.પરંતુ તે રોકડ નહિ પરંતુ રફ ડાયમંડ હોય છે.આ રફ ડાયમંડ ના તાર બેલ્જિયમ માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સાથે જોડાયેલા હોય છે.કુટુંબ, સત્તા અને અમર્યાદિત લોભ વિશે ની આ થ્રીલર છ ભાગમાં વિસ્તૃત છે.આઇરિશ ક્રિમીનલ અસેટ્સ બ્યુરોનો જાસૂસ એક રેઇડમાં આ ડ્રગ માફિયાને ગુમ નામ સ્ત્રોત પાસેથી મળતા રફ ડાયમંડ રૂપી આવકનો ખુલાસો કરે છે.જે આ થ્રીલરની પટકથા છે.

આ રફ હીરાઓના તાર બેલ્જિયમમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સાથે જોડાયેલા છે.પોલીસ કમિશનર ક્રિશ્ચિયન ડી જોંગ પૈસાના બદલામાં દેશની શાંતિને ભંગ કરતા એક રાજકીય ષડયંત્રને ઉઘાડુ પાડે છે.બ્રાનીગન્સ એન્ટવર્પ સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતો એક શ્રીમંત આઇરિશ રાજવંશ છે જે આ થ્રીલરનો વિલન છે. જે પોતાની લાલચના કારણે જાળ માં ફસાય જાય છે.