ચાર પૈકી એક યુગલ લેબગ્રોન હીરા જડિત સગાઈની વીંટીની કરી રહ્યુ છે ખરીદી : રિચર્સ

22

DIAMOND TIMES – યુરોપ-અમેરીકામાં લગ્ન પ્રસંગે પ્રિયતમાને સગાઈની વીંટી ભેટ આપવાની કે પહેરાવવાની પરંપરા છે.રીંગ સેરેમનીના પ્રસંગમાં પ્રિયતમાને જે વીંટી ભેટમાં આપવામાં આવે છે કે પહેરાવવામાં આવે છે તેમા હીરાનું સ્થાન ખુબ જ મજબુત છે.મતલબ કે સગાઈની વીંટી માટે હીરા લોકોની પ્રથમ અને લોકપ્રિય પસંદગી છે.

પરંતુ નવા સંશોધન મુજબ હવે સાગાઈની વીંટીમાં કુદરતી હીરાનું સ્થાન લેબગ્રોન હીરા લઈ રહ્યાં છે.જેના કારણે કુદરતી હીરા હવે તેમનું સ્થાન ગુમાવી રહ્યાં છે.અમેરીકાની અગ્રણી સંસ્થા જ્વેલરી એન્ડ એન્ગેજમેન્ટ સ્ટડી ફોર ધ નોટ વેબસાઈટ દ્વારા હાથ ધરાયેલા રિચર્સમાં કરાયેલી પ્રશ્નોત્તરીના જવાબમાં 86 ટકા લોકોએ કહ્યું કે સગાઈની વીંટી માટે હીરા તેમની પ્રથમ પસંદગી છે.જ્યારે ચાર પૈકી એક યુગલે કુદરતી હીરાના બદલે લેબગ્રોન હીરાની પસંદગી કરી હતી.

રિચર્સમાં બહાર આવેલા અન્ય સર્વેક્ષણ મુજબ વર્ષ 2019 પછી સગાઈની રીંગમાં લેબગ્રોન હીરાની પસંદગીનો રેશિયો પ્રતિ વર્ષ 11 ટકાના દરે વધ્યો છે.કુલ 10 પૈકી એક વ્યક્તિએ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરા પર પસંદગી ઉતારી હતી.મોટાભાગના લોકોએ સગાઈની રીંગમાં જડવા માટે સરેરાશ 1.5 કેરેટના હીરા પર પસંદગી ઉતારી હતી.જ્યારે ચાર પૈકી વ્યક્તિએ સગાઈની વીંટીમાં બે કેરેટથી વધુ વજનના હીરા પર પસંદગી ઉતારી હતી.

જ્વેલરી એન્ડ એન્ગેજમેન્ટ સ્ટડી ફોર ધ નોટ વેબસાઈટએ 5000થી વધુ લોકો પર સર્વેક્ષણ હાથ ધર્યુ હતુ.જેમા બહાર આવ્યુ હતુ કે સગાઈની રીંગમાં જડવામાં આવતા હીરા પાછળ પ્રતિ વ્યકતિ સરેરાશ 6,000 ડોલર ખર્ચ કરે છે.ઉપરાંત રાઉન્ડ કટ હીરા સૌથી લોકપ્રિય કટ છે.જ્યારે 41 ટકા કરતા વધુ યુગલો ફેન્સી હીરામાં ઓવલ કટની પસંદગી કરી હતી.