DIAMOND TIMES – ડાયમંડ કટીંગનો કોર્સ શિખવા માટે દાનની રકમમાથી ખરીદવામાં આવેલા રફ હીરાને ગાયબ કરી નાખવાના આરોપસર દક્ષિણ આફ્રિકામાં ચાર સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
મીડીયા અહેવાલ મુજબ ઉત્તરી કેપમા આવેલી કિમ્બર્લી ડાયમંડ્સ ઇન્ટરનેશનલ જ્વેલરી એકેડેમી (KIDJA) ને વર્ષ 2010 માં યુરોપિયન યુનિયને 440,000 અમેરીકી ડોલરની આર્થિક સહાય આપી હતી.આ રકમમાથી કિમ્બર્લી ડાયમંડ્સ ઇન્ટરનેશનલ જ્વેલરી એકેડેમીમાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓને કટીંગ-પોલિશિંગ અને માઇનિંગ ક્વોલિફિકેશન કોર્સ શિખવવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમીક ડેવલપમેન્ટ એન્ડ ટૂરીઝમ વિભાગના અધિકારીઓએ ઉપર જરૂરી લાયસન્સ વગર ખાનગી સંસ્થા પાસેથી રફ હીરાની ખરીદી કરી હોવાના આરોપ લાગ્યા હતા.
દરમિયાન જુલાઈ 2021માં રેન્ડમ ઓડિટમાં બહાર આવ્યુ હતુ કે કિમ્બર્લી ડાયમંડ્સ ઇન્ટરનેશનલ જ્વેલરી એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે ખરીદવામાં આવેલા રફ હીરા ગાયબ થઈ ગયા છે.આ બનાવના પગલે દક્ષિણ આફ્રીકાની ભ્રષ્ટાચાર અને આર્થિક નિવારણ શાખા હોક્સ દ્વારા હાથ ધરાયેલી તલસ્પર્શી તપાસના અંતે કેટલાક શકંમદોના નામ બહાર આવ્યા હતા.
ડાયમંડ કટીંગના કોર્સ માટે ખરીદવામાં આવેલા રફ હીરાને ગાયબ થઈ જવાના પ્રકરણમાં દક્ષિણ આફ્રીકાની ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમીક ડેવલપમેન્ટ એન્ડ ટૂરીઝમમાં કાર્યરત તમામ કર્મચારીઓની શંકાના આધારે ભ્રષ્ટાચાર અને આર્થિક નિવારણ શાખા હોક્સ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જે પૈકી 47થી 66 વર્ષની ઉંમરના ચાર શકમંદ અધિકારી ઓને કિમ્બર્લી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.