હવે વેંલજા વિસ્તારમાં પણ હીરાની ચમક વધારવાનો અમારો પ્રયાસ : બકુલભાઈ ગજેરા

1605

વેલંજામાં અગ્રણી હીરાની કંપની લક્ષ્મી ડાયમંડ દ્વારા 80 ઘંટીના હીરાના કારખાનાનું ઉદ્ઘાટન થતા ઉમરા, વેલંજા, શેખપુર સહીતના વિસ્તારમાં વસવાટ કરતા રત્નકલાકારોને ઘર નજીક કામકાજ મળી રહેવાની તક

DIAMOND TIMES- ન્યુ વરાછાનું ઉપનામ ધરાવતા વેલંજા વિસ્તારમાં હવે હીરાની ચમક ફેલાવાની સંભાવનો ખુબ જ વધી ગઈ છે. જેની પાછળ સબળ કારણ એ છે કે સુરતની હીરાની અગ્રણી કંપની લક્ષ્મી ડાયમંડ દ્વારા આ વિસ્તારમાં મારૂતિ ટ્રેડ સેન્ટર ખાતે ગત રોજ તારીખ 15 જુલાઈ અને ગુરૂવારના શુભ દીવસે 80 ઘંટી ધરાવતા હીરાના કારખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે.

રત્નકલાકારોના સમય, શક્તિ અને નાણાનો થશે બચાવ : બકુલભાઈ ગજેરા :ડાયરેક્ટર લક્ષ્મી ડાયમંડ

આ અંગે માહીતિ આપતા લક્ષ્મી ડાયમંડના બકુલભાઈ ગજેરાએ કહ્યુ કે વેલંજા ચાર રસ્તા સ્થિત આવેલી મારૂતિ ટ્રેડ સેન્ટર ખાતે ગત રોજ તારીખ 15 જુલાઈ અને ગુરૂવારના રોજ અમે 80 ઘંટી ધરાવતા હીરાના કારખાનાનું ઓપનિંગ કર્યુ છે. આ વિસ્તારમાં કારખાનુ શરૂ કરવાના ઉદ્દેશ્ય અંગે પ્રતિભાવ આપતા તેમણે ઉમેર્યુ કે સુરતમાં મોટા ભાગના હીરાના કારખાનાઓ વરાછા અને કતારગામ વિસ્તાર માં આવેલા છે. બીજી તરફ ઉમરા,વેલંજા,શેખપુર સહીતના વિસ્તાર માં રત્નકલાકારોનો એક મોટો વર્ગ વસવાટ કરે છે. આ રત્ન કલાકારોને હીરા તૈયાર કરવાના કામ માટે દરરોજ વેલંજાથી વરાછા અને કતારગામ સુધી અપડાઉન કરવુ પડે છે.જેમા રત્ન કલાકારોનો સમય, શક્તિ અને નાણાનો ખોટી રીતે વ્યય થાય છે.ઉપરાંત વેલંજા વિસ્તાર માં હીરાનું કારખાનાનું શરૂ કરી શકાય તેને અનુકુળ બાંધકામ ધરાવતી અનેક કોમર્શિયલ પ્રોપર્ટી ઉપલબ્ધ છે.આ બધી સાનુકુળ બાબતોને ધ્યાનમાં રાખીને અમોએ વેંલજા વિસ્તારમાં હીરાનું કારખાનુ શરૂ કર્યુ છે.

સુરતની હીરાની મોટી કંપનીએ વેંલજામાં હીરાનું પ્રથમ કારખાનુ શરૂ કરતા રત્નકલારોમાં ખુશી : પિયુષભાઈ વેકરીયા

સમાજ અગ્રણી પિયુષભાઈ વેકરીયાએ કહ્યુ કે સુરતની હીરાની મોટી ડાયમંડ કંપની દ્વારા વેંલજામાં હીરાનું કારખાનુ શરૂ થતા ઉમરા, વેલંજા , શેખપુર સહીતના વિસ્તારમાં રહેતા રત્નકલાકાર ભાઈઓમાં ખુશી વ્યાપી ગઈ છે. ઉલ્લેખનિય છે કે ઉમરા , વેલંજા , શેખપુર સહીતના વિસ્તારમાં રહેતા રત્નકલાકારોને હવે નજીકમાં જ કામકાજ મળવા લાગતા સમયની સાથે અપ ડાઉન માટે થતા પેટ્રોલ સહીતના બિનજરૂરી ખર્ચની બચત થશે. તેમણે ઉમેર્યુ કે મારૂતિ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગમાં હીરા ની વધુ એક અગ્રણી કંપની દ્વારા ઘંટીઓ સહીત હીરાને તૈયાર કરવા માટેની આધુ નિક મશીનરી ગોઠવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જેથી આગામી ટૂંક સમયમાં જ આ કામગીરી પુર્ણ થતા ની સાથે જ વધુ એક હીરાના કારખાનાનું ઓપનિંગ થવાનુ છે.વેલંજા વિસ્તારમાં ઉદ્યોગપતિઓ દ્વારા હીરાના કારખાના શરૂ કરવાના થયેલા પ્રયાસની સરાહના કરતા પિયુષભાઈ વેકરીયાએ ઉમેર્યુ કે ઉમરા, વેલંજા, શેખપુર સહીતના વિસ્તાર માં રહેતા રત્ન કલાકારોને હવે નજીકમાં જ કામકાજ મળવા લાગતા સમયની સાથે અપડાઉન માટે થતા પેટ્રોલ સહીતના બિનજરૂરી ખર્ચની બચત થશે.