હવે ગુજરાતીમાં પણ આઈટી રિટર્ન ફાઈલ કરી શકાશે

481

DIAMOND TIMES – ઇન્કમટેસ્સ વિભાગે રિટર્ન ફાઇલિંગને વધુ સરળ અને ઝડપી બનાવવા ખાસ નવું પોર્ટલ કાર્યરત કર્યુ છે.અનેક ખાસિયતોથી ભરપુર આ નવા અને અધતન પોર્ટલની મદદથી કરદાતાઓ ચાર્ડટ એકાઉન્ટન્ટની મદદ વગર જાતે જ તેનું રિટર્ન ફાઇલ કરી શકશે.વળી આ પોર્ટલ પર પ્રાદેશિક ભાષા પસંદ કરવાની સગવડ હોવાથી કરદાતાઓ ગુજરાતી ભાષામાં પણ માહિતી અપલોડ કરી શકશે.જુના પોર્ટલમાં કરદાતા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ માટે અલગ લોગીન કરવાનું થતુ હતુ.પરંતુ નવા પોર્ટલમાં સીએ અને એડવોકેટના લોગીનમાં ક્લાઈન્ટ પણ કનેક્ટ થશે.

ઇન્મકટેક્સ રિટર્ન ફાઇલ કરવામા સહુથી મોટી મુંઝવણ કયું આઈટીઆર ફાઇલ કરવુ તે અંગેની છે.પરિણામે કરદાતાઓએ સીએ પર આધાર રાખવો પડતો હતો.આ સમસ્યાને નિવારવા નવા પોર્ટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જે મુજબ પોર્ટલ કરદાતાઓને કેટલાક સરળ પ્રશ્નો કરશે.જેના જવાબ પરથી પોર્ટલ જ કરદાતાઓને જણાવશે કે કરદાતાઓએ આઈટીઆર 1-2-3 માં પૈકી ક્યુ રિટર્ન ભરવાનું છે.

દરેક કરદાતાઓને પોર્ટલ પર પ્રાદેશિક ભાષાઓમાં માહિતી મળશે.અત્યાર સુધી પોર્ટલ પર માત્ર અંગ્રેજી ભાષામાં જ માહીતી ઉપલબ્ધ હતી.નવા પોર્ટલમાં ટીડીએસ,એફડી અને કરદાતાઓની અન્ય બચતની વિગતો હશે.તેમાં ફેરફાર કરવાની સુવિધા પણ તેમને મળશે.કરદાતાઓના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે નવું કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત કરદાતાઓ તરફથી વારંવાર પૂછાતા પ્રશ્નો,વપરાશકર્તા માર્ગદર્શિકાઓ, વિડિઓ જેવી સુવિધાઓ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

નવા પોર્ટલ દ્વારા કરદાતાઓને આવકવેરાના ફોર્મ ભરવા,ટેક્સ પ્રોફેશનલ્સને જોડવા,ફેસલેસ સ્ક્રૂટિની અથવા અપીલમાં નોટિસને જવાબ સબમિટ કરવા વગેરેનો લાભ લઈ શકે છે.ઇન્કમટેક્સ વિભાગની સિસ્ટમ વિંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે જૂના પોર્ટલથી નવા પોર્ટલ તરફ માઈગ્રેશનનું કામ પૂર્ણ થયું છે.ઇન્કમટેક્ષ વિભાગે અધિકારીઓને એક આદેશ કરીને સુચના આપી છે કે કોઈપણ કેસમાં સુનાવણી અથવા ફરિયાદોના નિકાલ માટે 10 જૂન પછી તારીખ નક્કી કરવામાં આવે.જેથી ત્યાં સુધીમાં કરદાતાઓ નવી સિસ્ટમ સમજી શકે.કેન્દ્ર સરકારે અગાઉ નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા વળતર ભરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કંપનીઓને આઇટીઆર ફાઇલ કરવા માટેની મુદત 30 નવેમ્બર સુધી લંબાવી છે.સીબીડીટીના પરિપત્રમાં જણાવાયું છે કે મહામારીને ધ્યાનમાં રાખીને કરદાતાઓ માટે કેટલીક કર પાલનની અંતિમ મુદત વધારવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ 2.0 માં નવી મોબાઇલ એપ્લિકેશન આપવામાં આવશે.તે કરદાતાઓને આઇટીઆર ફોર્મ,પહેલાંથી ભરેલ આવકવેરા વિગતો, સરળ આવકવેરા સુવિધા વગેરે જેવી માહિતી એકત્રિત કરવામાં મદદ કરશે.આવકવેરા વિભાગ મોબાઇલ એપ્લિકેશન પર પોર્ટલની તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરશે.