હવે અશ્લીલ સાઈટ સર્ચ કરશો તો મેસેજ પહોંચશે સીધો…

ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેટ પર ગંદા વીડિયો કે અશ્લીલ સાઈટ સર્ચ કરનારા પર હવે 1090ની ખાસ ટીમ બાજ નજર રાખશે.પત્રકાર પરિષદને સંબોધતા ઉત્તર પ્રદેશનાં એડીજી નીરા રાવતે આ અંગે માહીતિ આપતા કહ્યું કે ઈન્ટરનેટ પર વીડિયો કે અશ્લીલ સાઈટ પર સર્ચ કરી ઇન્ટરનેટના થતા દુરઉપયોગને ધ્યાનમા રાખીને એવા લોકો સુધી પહોંચવા માટે જ 1090 ની ખાસ ટીમ તૈયાર કરવામા આવી છે.આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે 360 ડિગ્રી ઈકોસિસ્ટમ ઉભી કરવા એક ડિજિટલ આઉટરીચ રોડમેપ તૈયાર કર્યો છે. એડીજી નીરા રાવતે ઉમેર્યુ કે ઈન્ટરનેટના એાલિટિક્સને સ્ટડી કરવા માટે આ ક્ષેત્રની એક ખાસ કંપની રાખવામાં આવી છે.આ કંપની ડેટાના માધ્યમ ઈન્ટરનેટ પર શું સર્ચ થઈ રહ્યું છે તેના પર નજર રાખશે.જો કોઈ વ્યક્તિ ઈન્ટરનેટ પર અશ્લીલતા જોતી હશે તો તેના સંકેત એનાલિટિક્સ ટીમને મળી જશે.જે 1090ની ટીમને જણાવશે.ત્યારબાદ પ્રથમ તો 1090 ની ટીમ તે વ્યક્તિને આવી સામગ્રીથી સચેત રહેવા માટે જાગરૂકતાના મેસેજ મોકલશે.જેનો ઉદ્દેશ્ય અપરાધની શરૂઆત ઉપર જ રોક લગાવવાનો છે.

આ યોજનાનું નામ હમારી સુરક્ષા:એડીજી નીરા રાવત


એડીજી નીરા રાવતે જણાવ્યું કે આ યોજનાનું નામ હમારી સુરક્ષા આપવામાં આવ્યું છે.આ યોજના હેઠળ પ્રદેશના તમામ ઈન્ટરનેટ યૂઝર સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.આ યોજનાને તબક્કાવાર રીતે સમગ્ર પ્રદેશમાં લાગુ કરાશે.આવનારા સમયમાં 1090 સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર હાજર રહેશે અને અલગ અલગ સોશિયલ મીડિયા યૂઝર્સ સુધી તેની પહોંચ વધશે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા મેસેજ અને સંદેશા પણ તૈયાર કરવામાં આવ્યા છે.યુપીમાં અત્યારે 11.60 જેટલા ઈન્ટરનેટ યૂઝર્સ છે.જેમાં 16 વર્ષથી 64 વર્ષની ઉંમરના 67 ટકા યૂઝર્સ છે.ગ્રામીણ વિસ્તારના યૂઝર્સની વાત કરીએ તો 69 ટકા ગ્રામીણો ઈન્ટરનેટ વાપરે છે.એક દિવસમાં સરેરાશ 6 કલાક ઈન્ટરનેટનો ઉપયોગ થતો હોય છે.