ટ્વિટરને 1178 એકાઉન્ટ બ્લોક કરવા સરકારે ફટકારી નોટીસ

93

ભારતમાં ટ્વિટર પર મુશ્કેલીના વાદળો તોળાઈ રહ્યા છે.મળતી માહીતિ મુજબ સરકારે ટ્વીટરને 1178 એકાઉન્ટ બ્લોક કરવા વધુ એક નોટિસ મોકલી છે. સરકારનુ કહેવુ છે કે આ તમામ એકાઉન્ટ્સ ખાલિસ્તાની સમર્થકો કે પછી પાકિસ્તાન તરફથી સમર્થન પ્રાપ્ત લોકોના છે. આ અગાઉ ખેડૂતો આંદોલનને લઈને દુરઉપયોગ મુદ્દે ટ્વિટર પર સવાલ ઉઠ્યા હતા.અગાઉ સરકારે ટ્વિટરને 257 ટ્વિટર હેન્ડ્લ્સ બ્લોક કરવા સુચના આપી હતી.આ ગતિવિધિ વચ્ચે ટ્વિટર ઈન્ડિયા અને સાઉથ એશિયાના પબ્લિક પોલિસી ડાઈરેક્ટરે રાજીનામું ધરી દેતા મામલો વધુ ગરમાયો છે.અગાઉ સરકારે ટ્વીટરને ચેતવણી આપી હતી કે જો તે આદેશ નહીં માને તો તેના અધિકારીઓને સાત વર્ષ સુધીની જેલ અને કંપની પર દંડ ઠોકવામાં આવી શકે છે.

આઈટી એક્ટની કલમ 69એ હેઠળ અપાયેલા નિર્દેશોનું ટ્વિટરે હજુ સુધી પાલન કર્યું નથી.આઈટી મિનિસ્ટ્રી તરફથી આ ડિમાન્ડ ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓની એડવાઈઝરી બાદ કરવામાં આવી છે.સૂત્રના જણાવ્યાં મુજબ જે એકાઉન્ટ્સ બ્લોક કરવાનો ઓર્ડર અપાયો છે તે ખાલિસ્તાન પ્રત્યે હમદર્દી રાખનારાઓના અથવા તો જેમને પાકિસ્તાનથી સમર્થન મળેલુ છે અને વિદેશની ધરતીથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે.તેમાંથી અનેક એકાઉન્ટ્સ ઓટોમેટેડ બોટ્સ છે.જેનો ઉપયોગ ખેડૂત આંદોલનને લઈને ખોટી જાણકારી ફેલાવવામાં અને ભડકાઉ માહીતિ શેર કરવા માટે થઈ રહ્યો હતો.સરકારનું માનવું છે કે આ એકાઉન્ટ્સની ગતિવિધિઓ ખેડૂત આંદોલન સંબંધે વ્યવસ્થા માટે જોખમ પેદા કરી શકે છે.