કેનેડા સ્થિત એવોર્ડ વિજેતા જ્વેલરી ડિઝાઇનર રીના આહલુવાલિયાની ખાણકામના મજુરોની સુરક્ષા માટે અનોખી પહેલ, રીનાએ દોરેલા કીંમતિ તાન્ઝાનાઈટ પેઇન્ટિંગના વેંચાણ થકી મળનારી આવકમાથી રંગીન રત્નોની ખાણમાં કાર્યરત મજુરોને અપાશે સુરક્ષા કીટ
DIAMOND TIMES – કેનેડા સ્થિત એવોર્ડ વિજેતા જ્વેલરી ડિઝાઇનર રીના આહલુવાલિયાએ દોરેલા કીંમતિ પેઇન્ટિંગના વેંચાણ થકી મળનારી આવક આફ્રિકન દેશોમાં રંગીન રત્નોનું ખાણકામ કરતા ગરીબ અને પછાત મજુરોની સુરક્ષા માટે સુરક્ષાના સાધનો વસાવવાના કામમા વાપરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રીના અહલુવાલિયાએ ખાણ કામ સમુદાયોમાં રોજર ડેરીના પરોપકારી અને સમાજ સેવાના કાર્યને પેઇન્ટિંગમાં વ્યક્ત કર્યુ છે.
વિખ્યાત આર્ટીસ્ટ રીના અહુલવાલિયાએ હાથથી દોરેલા 24 ઇંચ ગોળાકાર તાન્ઝાનાઈટ નામના પેઇન્ટિંગનુ મૂલ્ય 6,000 યુએસ ડોલર છે.તેના વેંચાણ થકી મળનારી તમામ રકમ રીનાએ ખાણમાં મજુરી કામ કરતા આફ્રિકાના આર્થિક રીતે પછાત સમુદાય માટે સમાજ સેવાના કાર્યમાં સક્રિય સામાજીક સંસ્થા જેમ્સ લેગસીને દાનમાં આપવાની છે. જેમ્સ લેગસી સંસ્થાની સ્થાપના વિખ્યાત અમેરિકન જ્વેલરી ડિઝાઇન અને રત્નકલાકાર રોજર ડેરી દ્વારા કરવામાં આવી હતી . રોજર ડેરી તેમની 40 વર્ષની કારકિર્દી દરમિયાન 40 વખત આફ્રિકન ખંડની મુલાકાત લઇ ચુક્યા છે.
તાન્ઝાનાઈટ પેઇન્ટિંગના વેંચાણ થકી મળનારી આવક સામાજીક સંસ્થા જેમ્સ લેગસીને દાનમાં આપવામાં આવશે. જેમાથી રંગીન રત્નોનું ખાણકામ કરતા મજુરો અસરકારક અને સુરક્ષિત રીતે ખોદકામ કરી શકે તે માટે 125 યુએઅ ડોલરની એક સુરક્ષા કીટ આપવામાં આવશે.રોજર ડેરીનું લક્ષ્ય 40 ટૂલકિટ્સનું દાન કરવાની છે.
રોજર ડેરીએ કહ્યું કે મે 40 વર્ષ સુધી જ્વેલરી ઉદ્યોગમાં નોકરી અને વય્વસાય કર્યો છે.જ્વેલરી ઉદ્યોગમાં કામ કરવુ એ મારો શોખ હતો. જ્વેલરી ઉદ્યોગે મને જે કાઈ આપ્યુ છે તેમાથી અમુક હિસ્સો પરત કરવા ઉત્સાહિત છું. રંગીન રત્નોનું ખાણકામ કરતા મજુરો મારા હીરો છે.સર્વસ્વ જીવન ખાણમાં વિતાવનાર તમામ મજુરોનો હું આભારી છુ.તેઓ સલામત રીતે ખાણકામ કરી શકે તે માટે તેમના હાથમાં યોગ્ય સાધનો મૂકવા જરૂરી છે.
આહલુવાલિયાએ કહ્યુ કે જ્યારે રોજર ડેરી પ્રથમ વખત પેઇન્ટિંગ બનાવવા મારી પાસે આવ્યા અને તેમણે લેગસી પેઇન્ટિગ બનાવવા અંગે તેમનો ઉદ્દેશ્ય બતાવ્યો કે તરત જ આ સમાજ સેવાના ઉમદા કાર્ય માટે હુ તૈયાર થઈ ગઈ હતી.હું હંમેશાં એવા ચિત્રો બનાવવાનો પ્રયત્ન કરું છું કે જે લોકોના જીવનને સકારાત્મક રીતે સ્પર્શી શકે.મે દોરેલા જેમ લેગસી પેઇન્ટિંગના વેંચાણ થકી મળનારી આવક ખાણકામ કરતા લોકોનું જીવન સુરક્ષિત કરવાના કાર્યમાં ઉપયોગમાં આવશે તેનુ મને ગૌરવ છે.