DIAMOND TIMES –અમેરીકાના અરકાનસાસ વિસ્તારમાં મુરફ્રીસ્બોરો નજીક ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં દશ ડોલરની ફી ચુકવી પતિ માઈકલ સાથે રજાની મજા માણવા ગયેલી નોરીન રેડબર્ગ નામની અમેરીકન મહીલાને આ પાર્કમાથી 4.38 કેરેટનો હીરો મળી આવ્યો છે.ઉલ્લેખનિય છે કે અમેરીકામાં એક માત્ર અરકાનસાસ વિસ્તારમાં મુરફ્રીસ્બોરો નજીક આવેલ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કના જમીની સ્તર પરથી હીરા મળી આવે છે.અનેક લોકો હીરાને શોધવા આ પાર્કની મુલાકાતે આવતા હોય છે.પરંતુ દરેકના નશીબમાં હીરા હોતા નથી.અત્યાર સુધીમા આ પાર્કની મુલાકાતે આવેલા મુલાકાતીઓને અંદાજે 80 કેરેટથી વધુ હીરા મળી આવ્યા છે.
આ પાર્કમા હીરા શોધવા માટે પ્રતિ દીવસ 10 ડોલરની પ્રવેશ ફી ચૂકવી કોઇ પણ મુલાકાતી હીરા શોધી શકે છે.વળી કાયદા અનુસાર પાર્કમાં જે મુલાકાતીને હીરો મળી આવે તે મુલાકાતી હીરાનો માલિક બની જાય છે.નોરીન રેડબર્ગ નામ ની મહીલાએ પણ 10 ડોલરની પ્રવેશ ફી ચૂકવીપાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો.દરમિયાન પાર્કમાં એક કલાકની રઝળપાટ કર્યા બાદ નોરીનને એક સ્વચ્છ અને ચળકતો પત્થર નજરે ચડ્યો હતો.જેને ઉપાડતા તે મુલ્યવાન હીરો હોવાનું માલુમ પડ્યુ હતુ.પાર્કના સુપ્રિટેન્ડેન્ટ કાલેબ હોવેલે કહ્યું કે આ 4.38 કેરેટ વજનઓ પીળા કલરનો પિઅર શેપનો અત્યંત મુલ્ય વાન હીરો છે.