60 વર્ષથી ઉપરના લોકો માટે સરકારી સેન્ટરમાં વિનામૂલ્યે વેક્સિનેશન, નજીકના વેક્સિનેશન સેન્ટર અંગે વેબસાઇટ પરથી મળશે માહિતી .
ડાયમંડ ટાઈમ્સ
આગામી વિધાનસભાનાં સત્રમા રજુ થનારા બજેટ -2021 માટે નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું બજેટ ડિજિટલી રજૂ કરવા અને કાગળનો વપરાશ ઘટાડાવાના ઉદ્દેશ્ય સાથે ખાસ મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી છે.આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં 1 માર્ચ થી ગંભીર રોગોથી પીડાતા 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી નીચેની વયના લોકો માટે વેક્સિનેશનનાં કાર્યક્રમનો શુભારંભ થશે.નીતિન પટેલે કહ્યુ કે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને વેક્સિનેશન કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં હાર્ડ ફીવર, હૃદયને લગતા રોગો, જન્મજાત હૃદયરોગ, હાઈપોટેન્શન, ડાયાબિટીસ, કેન્સર , સિક્લસેલ, બોનમેરો ફેલ્યોર,એચઆઈવી સહીતના રોગોથી પીડાતા લોકોને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે.ઉપરાંત મેડિકલ ઓફિસર આઈડેન્ટિફાઈડ્ કરે તેવા 45 વર્ષના ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે.આ માટે એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે.પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે કઈ કઈ જગ્યાએ વેક્સિનેશન કાર્યક્રમ હાથ ધરાશે તેની વેબસાઇટ પરથી માહિતી મળશે.આ માટે મોબાઈલ ઉપર રજિસ્ટ્રેશન કરી શકાશે.એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરી શકાશે.આ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઈસન્સ જેવા ઓળખપત્રો જરૂરી બનશે.સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.માત્ર પ્રોસેસિંગ ફી તરીકે 100 રૂપિયા લેવામાં આવશે.ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાનું રહેશે.વેક્સિનેશન પછી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.આ કામગીરીનો અમલ રાજ્ય સરકાર કરશે.