નીરવ મોદીના બહેન-બનેવી નિરવ વિરુધ્ધ કોર્ટમાં આપશે જુબાની

859

પીએનબી બેંક કૌભાંડની તમામ માહીતિ કોર્ટને આપવાની શરતે આ દંપતિ વિરૂધ્ધ જારી કરેલા બિનજામિન પાત્ર વોરંટને રદ કરતા હવે કૌભાંડ કેવી રીતે થયુ અને તેમા કોણ કોણ સામેલ છે ? સહીત રજેરજની વિગતો નામદાર કોર્ટને આપવી પડશે

DIAMOND TIMES – પીએનબી બેંક કૌંભાડના ફરાર આરોપી નીરવ મોદીની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતા નીરવ મોદી વિરુદ્ધ જુબાની આપવા તૈયાર થયા છે.જેને પગલે કૌભાંડ કેવી રીતે થયુ અને તેમા કોણ કોણ સામેલ છે ? સહીત રજેરજની વિગતો આ દંપતિએ નામદાર કોર્ટને જણાવવી પડશે.

હીરા વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતાએ નીરવ મોદી વિરુદ્ધ સાક્ષી આપવાની તૈયારી બતાવી તેમના વિરુધ્ધ કોર્ટે ઇશ્યુ કરેલા બિનજામીનપાત્ર વોરંટને રદ કરવાની માગણી કરી હતી.મહેતા દંપતિની આ માંગણી અને નિરવ વિરુધ્ધ સાક્ષી આપવાની તૈયારીને અનુલક્ષીને નામદાર સ્પેશિયલ કોર્ટે આ દંપતિ વિરુધ્ધ ઇશ્યુ કરેલું વોરંટ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

પીએનબી બેંક કૌંભાડમાં સામેલ હોવાના આક્ષેપના કારણે વર્ષ 2018માં વિદેશમાં રહેતા નીરવ મોદીની બહેન પૂર્વી અને બનેવી મયંક મહેતા વિરુધ્ધ નામદાર સ્પેશિયલ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યુ હતું. ત્યારબાદ આ દંપતિએ કોર્ટમા અરજી કરીને પોતે આ પ્રકરણે નીરવ મોદી વિરુદ્ધ સાક્ષી આપવા તૈયાર હોવાનું કોર્ટને જણાવ્યું હતું.જાન્યુઆરીમાં કોર્ટે તેમની આ માગણીને સ્વીકારી તેમને માફી આપી હતી.બંને કૌભાંડ સંબંધિત તમામ માહિતી અને હકીકત જણાવશે એ શરતે કોર્ટે તેમની માફીની માગણી માન્ય કરી હતી.