ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવમા ખોવાયેલી સગાઈની રીંગ ભારતિય મુળના નવદંપતિને પરત મળી

DIAMOND TIMES – મેરા હે સો જાવે નહી, જાવે સો મેરા નહી, અર્થાત કે નશીબમા હોય તેને કોઇ છીનવી શકતુ નથી એ યુક્તિ બે દીવસ અગાઉ જ સગાઈના બંધનથી બંધાયેલા ભારતિય મુળના અને હાલ ઇંગ્લેન્ડમાં રહેતા એક નવદંપતિ માટે બરાબર લાગુ પડી છે.

મીડીયા અહેવાલ મુજબ બે દીવસ અગાઉ સગાઈના બંધનથી બંધાયેલું ભારતિય મુળનું અને હાલ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલું એક દંપતિ વીકી પટેલ અને રેબેકા ચોકરીયા ઇંગ્લેંડના સૌથી મોટો કુદરતી તળાવ વિન્દરમીરના કાંઠે જેટી પર એકાંતમાં બેસીને મધુર પળો માણી રહ્યા હતા.ત્યારબાદ ફોટોગ્રાફી દરમિયાન ભાવી પતિ વિકી પટેલે ભેટમાં આપેલી વ્હાઈટ ગોલ્ડની હીરા જડીત સગાઈની વીંટી પ્રિયતમા રેબેકાની આંગળીમાંથી સરકી ઉંડા તળાવમાં કયાંક ગરક થઈ ગઈ હતી.

આ દંપતી જે હોટલમાં રોકાયા હતા તેમના મેનેજરને આ અંગે જાણ થતા મેનેજરે આ દંપતિને વીંટી શોધવા માટે નિયમિતપણે તળાવમાથી કચરો સાફ કરવાની કામગીરી કરતા એંગસ હોસ્કીંગનો સંપર્ક કરાવ્યો હતો.માત્ર એક સ્નોર્કલ અને અંડરવોટર મેટલ ડિટેક્ટરથી સજ્જ એંગસ હોસ્કીંગએ ફક્ત 20 મિનિટમાં જ આ વીંટીને તળાવમાંથી શોધી કાઢી દંપતિને પરત કરી હતી.પોતાના ભાવિ ભરથારે પ્રેમથી ભેટમા આપેલી સગાઈની વીંટી પરત મળી જતા રેબેકાના મુખ પર આનંદ છવાઈ ગયો હતો.આ દંપતિએ વીંટીને શોધવામાં મદદ કરનાર એંગસ હોસ્કીંગ સહીત હોટલના મેનેજરનો આભાર માન્યો હતો.