DIAMOND TIMES – લંડનમાં કસ્ટડીમાં રહેલા નિરવ મોદીની પંજાબ નેશનલ બેંક (PNB) સાથે રૂ. 14,000 કરોડનું કૌભાંડ આચરવાની કથિત સંડોવણી બદલ માર્ચ 2019 માં ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ એજન્સીઓને ચકમો આપીને તે બ્રિટિન ભાગી ગયો હતો.પરંતુ હીરા કારોબારી નિરવ મોદીને ભારત પરત લાવવા વિવિધ તપાસ એજન્સીઓ પાછલા કેટલાક મહીનાઓથી પ્રયત્નો કરી રહી છે.
નિરવ મોદીને પરત લાવવા ભારતિય એજન્સીઓએ બ્રિટિશ હાઈકોર્ટમા પ્રત્યાર્પણ અરજી દાખલ કરી છે.ભારતે કરેલી પ્રત્યાર્પણ અરજીને રદ્દ કરવા નિરવ મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ બ્રિટિશ હાઈકોર્ટએ પ્રત્યાપર્ણ વિરુધ્ધ નિરવ મોદીએ કરેલી અરજી નામંજુર રાખતા નિરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે.બીજી તરફ ભારતીય સત્તાવાળા ઓની રજૂઆતો સાંભળ્યા પછી નિરવ મોદીને ભારતને સોંપી દેવા અંગે નવા વર્ષની શરૂઆતમાં કોર્ટ નિર્ણય લઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે બ્રિટિશ હાઈકોર્ટ તેના અવલોકનમાં નોધ્યુ હતુ કે 50 વર્ષીય નિરવ મોદી ગંભીર ડિપ્રેશન હેઠળ હોવા છતા પ્રત્યાર્પણમાં કોઈ અવરોધ નથી.બ્રિટિશ હોમ સેક્રેટરીએ આદેશ આપ્યો હતો કે તેમના પર લાગેલા છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપો પર ટ્રાયલ ચલાવવા માટે ભારત મોકલવામાં આવે.પરંતુ ઓગસ્ટમાં હાઈકોર્ટના જજે મોદીને પ્રત્યાર્પણની અપીલ કરવાનો અધિકાર આપ્યો હતો.
કોર્ટમાં મોદીના વકીલે એવી દલીલ કરી હતી કે મોદી ભારે ડીપ્રેશન હેઠળ છે અને આત્મહત્યાના ઉચ્ચ જોખમમાંથી પસાર થઈ રહ્યા છે.જો તેમને ભારત પરત મોકલાશે તો તેની સ્થિતિ વધુ ખરાબ થશે.બીજી તરફ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓએ કોર્ટને ખાતરી આપી હતી કે મોદીને પર્યાપ્ત નિષ્ણાત તબીબી સંભાળ પ્રાપ્ત થશે.હવે આ અંગેની વધુ સુનાવણી 4 જાન્યુઆરી 2022 પછી થવાની અપેક્ષા છે.આ બાબત જોતા PNB કૌંભાડના આરોપી નિરવ મોદી માટે નવુ વર્ષ મુશ્કેલ સાબિત થવાની સંભાવના છે.