DIAMOND TIMES – વેસ્ટ આફ્રીકા સ્થિત દેશ સિએરા લિયોનમાં રફ હીરાની નવી ખાણ મળી આવી છે.સિએરા લિયોનમાં રફ હીરાના ખાણકામ સાથે સંકળાયેલી કંપની ઓસ્ટ્રેલિયન ઓપરેટર્સ ન્યૂફિલ્ડ રિસોર્સિસ દ્વારા ટોંગો વિસ્તારમાં અગિયાર કિમ્બર લાઇટ્સની ઓળખ કરવામાં આવી છે.જેમા 8.3 મિલિયન કેરેટ રફ ડાયમંડ રિસોર્સનો અંદાજ મુકવામાં આવ્યો છે.આ ખાણમાથી ઉત્પાદીત થનાર કુલ રફ હીરા ઉત્પાદન પૈકી 63 ટકા રફનો જથ્થો જેમ ક્વોલિટીનો મળી આવવાની પણ ધારણા રાખવામાં આવી છે.
સિએરા લિયોનમાં હીરાના ખાણકામ સાથે સંકળાયેલી કંપની ઓસ્ટ્રેલિયન ઓપરેટર્સ ન્યૂફિલ્ડ રિસોર્સિસના પ્રવકતાએ કહ્યુ કે કિમ્બર લાઇટ્સ ધરાવતા 845 મીટર વિસ્તારમાં હીરાના ખોદકામ માટેની ભૂગર્ભ વિકાસ કામગીરી પૂર્ણ કરી દેવા માં આવી છે.આ ખાણમાં આગામી નવા વર્ષથી રફ હીરાનું ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.ખાણનું પ્રારંભિક આયુષ્ય આઠ વર્ષનું અંદાજવામાં આવ્યુ છે.આગામી પાંચ વર્ષમાં અંદાજિત 250,000 કેરેટ રફ હીરાનું ઉત્પાદન મળવાની અપેક્ષા છે.વર્ષ 2020માં સિએરા લિયોનની વિવિધ ખાણામાથી કુલ 600,000 કેરેટ રફ ઉત્પાદન થયુ હતું.