અંગોલામાં લુલો ખાણ નજીક નવી કિમ્બરલાઇટ્સ મળી આવી : રફ ઉત્પાદન વધારવા પર ફોકસ

DIAMOND TIMES – લુકાપા ડાયમંડ તથા તેની જોઇન્ટ વેંચર કંપની એંડિયામાં અને રોસાસ એન્ડ પેટલાસ સહીતની ભાગીદારી કંપનીઓએ અંગોલામાં લુલો ખાણ નજીક નવી કિમ્બરલાઇટની શોધ કરી છે.

એક્સપ્લોરેશન વર્ક પ્રોગ્રામ પર આધારીત આ યોજના હેઠળ હાઇ પ્રાયોરિટી ધરાવતી કિમ્બરલાઇટ્સ વિકસાવવામાં આવનાર છે.નોંધનિય છે કે ડિસ્કવરી ડ્રિલિંગના નવીનતમ તબક્કા હેઠળ 24 નવા કિમ્બરલાઇટ્સ ઓળખી કાઢવામાં આવી છે.હવે લુલો પ્રોજેક્ટ પર શોધાયેલ કિમ્બરલાઇટ્સની કુલ સંખ્યા વધીને 133 થઈ ગઈ છે.

તાજેતરમાં શોધાયેલા 24 માંથી આઠ કિમ્બરલાઇટના નમૂનાઓ પહેલાથી જ દક્ષિણ આફ્રિકામાં મોકલવામાં આવ્યા છે .આ તમામ નમુનાઓ પર કેનેડાના ખનિજ રસાયણ શાસ્ત્રીઓ વિશ્લેષણ કરશે.જો કે આઠ કિમ્બરલાઇટ નમૂનાઓમાં પૈકી બે માંથી લેવામાં આવેલા સૂચક ખનિજો (L056 અને L403) માં અસંખ્ય હાઇ ઇન્ટ્રેસ્ટ ડીપ પર્પલ ગાર્નેટ અને ક્રોમ ડાયોપ્સાઇડ્સ છે.જે હીરાની કિમ્બરલાઇટ સાથે સંકળાયેલા હોય છે.પરિણામે આ નમુનાઓને હાઇ-પ્રાયોરિટી કિમ્બરલાઇટ્સની સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે.

જુલાઇ 2022 દરમિયાન લોજિસ્ટિક્સ પડકારો અને કમિશનિંગની અપેક્ષા હોવા છતાં કિમ્બરલાઇટ બલ્ક સેમ્પલિંગ પ્લાન્ટનું બાંધકામ એડવાન્સ રહ્યું છે.સમય તેમજ ખર્ચ ઘટાડવા માટે પ્લાન્ટનું સ્થાન મોટાભાગની મેઇન પ્રાયોરિટી કિમ્બરલાઇટ્સની નજીક રાખવામાં આવ્યું છે.કિમ્બરલાઇટ એક્સ્પ્લોરેશન પ્રવૃત્તિઓને આગળ વધારવામાં મદદ કરવા માટે નવી ટ્રકો પણ એકત્ર કરવામાં આવી છે.

મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથરૉલે જણાવ્યું હતું કે બલ્ક સેમ્પલિંગ પ્લાન્ટનું બાંધકામ અને કમિશનિંગ અમને આ હાઇ પ્રાયોરિટી કિમ્બરલાઇટ્સમાંથી નમૂનાઓ પર પ્રક્રિયા કરવામાં સક્ષમ બનાવશે.આ કામગીરી અમને વિપુલ પ્રમાણમાં મોટા અને ઉચ્ચ-મૂલ્યના કાંપવાળા હીરાના પ્રાથમિક સ્ત્રોતો શોધવાની એક પગલું નજીક લાવશે.લુલો ખાતે પ્લાન્ટ કાર્યરત થયો ત્યારથી અમે દર છ અઠવાડિયે સરેરાશ બે જથ્થાબંધ નમૂનાઓ પર પ્રક્રિયા કરવાની અપેક્ષા રાખી રહ્યા છીએ.