નવી શોધ : અલરોઝાના દરેક હીરાની અંદર જ હશે હવે અદ્રશ્ય આધાર કાર્ડ

1195

DIAMOND TIMES – હીરાને ટ્રેકિંગ કરવા એલોરોઝાએ નેનો ટેકનોલોજીની શોધ કરી છે.જેમા લેસરની મદદથી હીરા પર કાયમી નોન ઇનવેસિવ અદ્રશ્ય ચિહ્નિન અંકિત કરવામાં આવશે.આ આધુનિક ટેકનોલોજી અલરોઝા દ્વારા ઉત્પાદીત માલને કુદરતી હીરા તરીકે ઓળખવા માટે સક્ષમ બનાવશે

શુ છે કાયમી નોન ઇનવેસિવ ચિહ્નિન ? આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી લેસરની મદદથી હીરા પર કાયમી નોન ઇનવેસિવ ચિહ્નિન અંકિત થશે. જે હીરાનો એક “ત્રિ-પરિમાણીય કોડ”છે જેનાથી હીરાને એક અનન્ય ઓળખ અપાશે. આ કોડને સ્કેન કરતા સાઈટ હોલ્ડર્સ સહીત તમામ સહભાગી કંપનીઓને હીરાની ઉત્પત્તિ,લાક્ષણિકતાઓ,સ્ટોર કરેલા ખાસ નંબર, ફોટો,વિડિઓ આ હીરાને કઈ કંપની દ્વારા કેવી રીતે પોલિશ્ડ કરાયો સહીતની તમામ માહીતી એક મિનિટથી પણ ઓછો સમયમાં ઉપલબ્ધ થશે.ટૂંકમા કહી શકાય કે આ કાયમી નોન ઇનવેસિવ ચિહ્નિન હીરાનો ડિજિટલ પાસપોર્ટ અથવા તો આધારકાર્ડ છે.ખાસ મહત્વની વાત તો એ છે કે હીરાના એ આધારકાર્ડમાં હીરાને તૈયાર કરનાર કંપનીનું નામ કે પછી રત્નકલાકારની માહિતિ પણ ઉમેરી શકાય તેવી સવલત છે.

ભારત સહિતના મુખ્ય હીરા વેપાર કેન્દ્રોમાં તેની પેટન્ટ એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરી છે.- આ નેનો ટેકનોલોજીને રશિયન એકેડમી ઓફ સાયન્સના વૈજ્ઞાનિકો,રિચર્સ જિયોલોજીકલ એન્ટરપ્રાઈઝ(NIGP)અને યાકુતિનિપ્રોઅલ્માઝ દ્વારા વિકસાવવામાં આવી છે.જેને લઈને અલરોઝાએ દાવો કર્યો છે કે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વ્યાપારિક હેતુ માટે હીરાની ઓળખ કરવા આ પ્રકારની ટેકનિક વિકસાવવામાં આવી છે.જેથી અલરોઝાએ યુ.એસ.,ચીન, હોંગકોંગ,બેલ્જિયમ અને ભારત સહિતના મુખ્ય હીરા વેપાર કેન્દ્રોમાં તેની પેટન્ટ એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરી છે.

હીરાને તૈયાર કરનાર રત્નકલાકારનું નામ પણ ઉમેરી શકાશે.- ડાયમંડ ટ્રેસબિલિટી પોગ્રામને મજબુત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રોવેન્સ પ્રોગ્રામ અંતર્ગત હીરાને ટ્રેકિંગ કરવા રશિયાની અગ્રણી રફ કંપની એલોરોઝાએ આધુનિક નેનો ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજીની મદદથી હીરાને સ્કેન કરતાની સાથે જ સાઈટ હોલડર્સ કંપનીઓ,અન્ય સહભાગી વ્યવસાયકારો હીરાના મૂળ સ્ત્રોત સહીતની તમામ માહીતિ આસાની થી પ્રાપ્ત કરી શકે છે.ખાસ વાત તો એ છે કે રફ હીરાને તૈયાર કરનાર મેન્યુફેકચરીંગ કંપનીઓ ઇચ્છે તો પાછળથી તેમા કંપનીનું નામ અને હીરાને તૈયાર કરનાર રત્નકલાકારનું નામ પણ ઉમેરી શકશે.

આ ટેકનોલોજી હીરાની તમામ પ્રકારની વિસ્તૃત જાણકારી આપવા સક્ષમ : સેર્ગેઇ ઇવાનોવે -સીઈઓ અલરોઝા

એલોરોઝાના સીઈઓ સેર્ગેઇ ઇવાનોવે કહ્યુ કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગના સંપૂર્ણ ચક્રની એકસેસ સાથે અમારી કંપની દ્વારા ઉત્પાદીત રફ હીરા અને તેમાથી પોલિશ્ડ કરવામાં આવેલા ડાયમંડ્ની તમામ આવશ્યક માહિતી ઉપલબ્ધ છે.પરિણામે લેસર નેનો-માર્ક ટેકનોલોજી અમારી સાઈટ હોલ્ડર્સ કંપનીઓ સહીત વ્યવસાયિક સહભાગી કંપનીઓને હીરાની વિસ્તૃત જાણકારી આપવા સક્ષમ બનશે.હાલમાં આ ટેકનોલોજી માત્ર B2B ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.પરંતુ આગામી તબક્કે તેને હીરાના રિટેલ કારોબાર સુધી વિસ્તૃત કરવાની યોજના છે.

ડાયમંડ ટ્રેસબિલિટી પોગ્રામ બનશે મજબુત

કુદરતી અને લેબગ્રોન હીરાના ભેળસેળની સમસ્યા પછી હીરાની ખરીદી કરનાર ગ્રાહકો ભારે સચેત થઈ ચુક્યા છે.વળી હાથ ધરાયેલા સર્વેમાં બહાર આવેલી વિગત મુજબ અમેરીકા-યુરોપ,ચીન સહીતના હીરાની મુખ્ય બજારમાં હીરા ખરીદનારાઓ માટે ટ્રેસબિલિટી એક મહત્વપૂર્ણ પરિબળ છે.જેને લક્ષમાં રાખીને અલરોઝાએ આધુનિક નેનો ટેકનોલોજીની મદદથી ડાયમંડ ટ્રેસબિલિટી પોગ્રામ મજબુત બનાવવા પ્રયાસ કર્યો છે.