અલરોઝાએ નવી ખાણ વિકસાવવા કામગીરી હાથ ધરી,વાર્ષિક 1 મિલિયન કેરેટ રફ હીરાના ઉત્પાદનની અપેક્ષા

24

DIAMOND TIMES –રશિયાના યાકુતિયા પ્રાંતમા અલરોઝાની માલીકીની બોટુઓબિન્સ્કી ઓપન પિટ નામની રફ હીરાની ખાણથી માત્ર 3 કીલોમીટર દૂર આવેલા માયસ્કાયા કિમ્બરલાઇટ પાઇપ પર અલરોઝાએ રફ હીરાના ખાણકામ માટે સ્ટ્રિપિંગની કામગીરી શરૂ કરી છે.રફ હીરાની ખાણ વિકસાવવા માટેની કામગીરીનો આ પ્રથમ તબક્કો છે.આ ખાણને વિકસાવવા પાછળ અલરોઝા 75 મિલિયન અમેરીકી ડોલરનો ખર્ચ કરી રહી છે.

માયસ્કાયા કિમ્બરલાઇટમાં કુલ 12.7 મિલિયન કેરેટ રફ હીરાનાનો ભુગર્ભ જથ્થો હોવાનું અનુમાન છે.આ ખાણમાથી ત્રણ લાખ ટન ઓરમાંથી વાર્ષિક 1 મિલિયન કેરેટ રફ હીરા મળવાની ધારણા છે.આ કિમ્બરલાઇટ પાઇપમાથી આગામી વર્ષ 2025માં ઉત્પાદન કાર્ય શરૂ થઈ જવાની આશા છે.

અલરોઝાના મિર્ની ન્યુરબા વિભાગના વડા એલેક્સી કોવાલેન્કોએ જણાવ્યું હતું કે હાલના પ્રોસેસિંગ પ્લાન્ટની પાઇપની નિકટતા આ નવી ખાણના વિકાસને સરળ બનાવી ખર્ચમાં ઘટાડો કરશે.આ કિમ્બરલાઇટ પાઇપની શોધ 2006માં થઈ હતી.