હીરા ઉદ્યોગના ભિષ્મ પિતામહ KGKના નવરતન કોઠારીને JWA લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે

DIAMOND TIMES –બિઝનેસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ,જેમસ્ટોન અને જ્વેલરીના વેપારમાં અમુલ્ય  યોગદાન , પરોપકારના વ્યાપક પ્રયાસો સહીતની સિધ્ધિ બદલ હીરાની અગ્રણી કંપની KGK ગ્રુપના ચેરમેન નવરતન કોઠારીને આગામી 21મી ફેબ્રુઆરીએ જ્વેલરી જેમ ટેક્નોલોજી દુબઈ ખાતે યોજાનાર અપેક્ષિત ગાલા ડિનરમાં JWA દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે.

શ્રી કોઠારીએ ૨૦ વર્ષોથી ભારતમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની મેનેજિંગ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે અને જયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (IIGJ)ના સ્થાપક છે.જ્યાં તેમણે ચાર વર્ષ સુધી અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

ઇન્ફોર્મા માર્કેટ્સ જ્વેલરી ખાતે JWAના ચેરપર્સન અને સ્થાપક એવા લેટિટિઆ ચાઉએ જણાવ્યું કે વર્ષ 1960થી નવરતન કોઠારી ઉદ્યોગ સંસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જે પરિશ્રમ કરી રહ્યા છે.એ મહેનતે માત્ર KGK જૂથની પ્રગતિમાં જ નહીં,પરંતુ જ્વેલરી અને રત્ન વેપારમાં પણ શ્રેષ્ઠતાને વ્યાપક કરી છે.તેઓ આવનારી પેઢી માટે એક રોલ મોડેલ અને સ્વ્નદ્રષ્ટા છે.તેમની વ્યાપારી કુશળતા અને સમાજ માટે કઇ કરી છૂટવાની ઉત્સુકતા કાબિલેદાદ અને એક સમાન છે.

પારિવારીક જેમ એન્ડ જવેલરીના વ્યવસાયને આધારે કોઠારી 60 ના દાયકામાં રંગીન રત્નો,હીરાના આભૂષણોના ઉત્પાદનમાં તકો શોધવાના પ્રયાસો કરી પારિવારીક વ્યાપારમાં બદલાવ લાવ્યા હતા.આનાથી વૈશ્વિક સમૂહમાં KGK માટે વૃદ્ધિનો માર્ગ મોકળો થયો.જે હીરા અને રંગીન રત્નોના ખાણકામ,સોર્સિંગ, ઉત્પાદન,વિતરણ અને છૂટક વેચાણના સમગ્ર ક્ષેત્રોને આવરી લે છે.

કોવિડ-19 ના કપરા સંજોગોમાં તેમના વિનમ્ર પ્રયાસો માટે પણ તેમના ચોમેર વખાણ થઈ રહ્યા છે.કોરોનાકાળમાં વિવિધ ઉદ્યોગોને ગંભીર આર્થિક માર પડી હોવા છતાં તેમણે જૂથના દરેક કર્મચારીઓની નોકરીઓ અકબંધ રાખવાની ખાતરી આપી હતી.ઉદ્યોગપતિએ સમાજના 70,000 થી વધુ જરૂરિયતમંદોને ભોજનાર્થે સંસાધનો પણ ફાળવ્યા હતા.તેમણે રાજસ્થાનની રાજ્ય સરકારને ઓક્સિજન કોમ્પ્રેસર પણ દાનમાં આપ્યા હતા.

આ સર્વોચ્ય સમ્માન માટે મારી પસંદગી બદલ હું JWA નો હૃદયપૂર્વક આભાર માનું છું.

કોઠારીએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યુ કે આ સર્વોચ્ય સમ્માન માટે મારી પસંદગી કરવા બદલ હું JWA નો હૃદયપૂર્વક આભાર માનું છું. તે ખરેખર મને તેમજ KGK ટીમના સભ્યોને અમારા ધ્યેયો સુધી પહોંચવા,વ્યવસાયિક પૃષ્ઠભૂમિ, તેમજ પર્યાવરણ અને સમગ્ર સમાજ પર સકારાત્મક અસર કરી શકે તેવા કર્મો કરવા,સખત મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે. નિઃસંદેહ અમે અમારા અથાક પ્રયાસો દ્વારા જરૂરિયાત મંદ લોકોના જીવનને સુધારવા માટે પ્રતિબદ્ધ રહીશું.

કોઠારીના માનવતાવાદી કાર્યોનો ઈતિહાસ શિખરમય છે.જેમાં 1997માં ઉત્તર ભારતની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું નિર્માણ, રાજસ્થાનમાં 33,000 થી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને સમગ્ર વિશ્વના અસ્વસ્થ બાળકોની જરૂરિયાતોની પરિપૂર્ણતાનો સમાવેશ થાય છે.