એપ્રિલમાં કુદરતી હીરાની નિકાસ ઘટી જ્યારે લેબગ્રોનની નિકાસમાં 64.95 ટકાની વૃદ્ધિ

DIAMOND TIMES –  GJEPC દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આંકડા અનુસાર એપ્રિલ 2022માં ભારતની પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો થયો છે.એક વર્ષ અગાઉ એપ્રિલ 2021માં થયેલી 2221.81 મિલિયન ડોલરની પોલિશ્ડ હીરાની નિકાસની તુલનાએ તે 2.8% ઘટી 2159.64 મિલિયન ડોલર થઈ છે. આ ઉપરાંત તૈયાર હીરાની આયાતમાં પણ 18.5% નો ઘટાડો થયો છે.એપ્રિલ 2022માં 111.91 મિલિયન યુએસ ડોલરના મૂલ્યના પોલિશ્ડ હીરાની આયાત થઈ છે.જે ગત વર્ષના સમાન સમયગાળામાં યુએસ 37.32 મિલિયન ડોલર રહી હતી.

રફ ડાયમંડની આયાતમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.એપ્રિલ -2021માં 1698.55. મિલિયન ડોલરના રફ હીરાની આયાત કરવામાં આવી હતી. જ્યારે એપ્રિલ-2022માં 1310.60 મિલિયન ડોલરની રફ આયાત કરવામાં આવી છે.જે 22.84 ટકાનો ઘટાડો દર્શાવે છે. જથ્થાની દ્રષ્ટ્રીએ ચાલુ વર્ષે એપ્રિલ મહીનામાં 6031,000 કેરેટ રફ હીરાની આયાત થઈ છે.જે ગત એપ્રિલ-2022માં 16313,000 કેરેટ હતી.આમા એપ્રિલ-2022 માં રફ હીરાની આયાતમાં પણ જથ્થાની દ્રષ્ટ્રીએ કુલ 63.030 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો કે આ દરમિયાન લેબગ્રોન હીરાની નિકાસ 64.95 ટકાની કુલ વૃદ્ધિ સાથે ગતિથી આગળ વધતી દેખાઇ રહી છે.એપ્રિલ-2021માં લેબગ્રોન હીરાની નિકાસ 89.8 મિલિયન ડોલર હતી.જે એપ્રિલ-2022માં વધીને 148.13 મિલિયન ડોલર થઈ છે.

GJEPC અનુસાર એપ્રિલમાં જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 3231.65 મિલિયન ડોલરની હતી.જે ગત વર્ષ એપ્રિલ 2021ના સમાન સમયગાળા માટે 3258.52 મિલિયનની સરખામણીમાં 0.82% નો ઘટાડો દર્શાવે છે.જ્યારે આયાતમાં 9.81% નો ઘટાડો થયો છે.