DIAMOND TIMES– ચીનની નેક્સ્ટ જનરેશનને કુદરતી હીરા અને હીરા જડીત આભુષણો પ્રત્યે આકર્ષવા ચીનની અગ્રણી જ્વેલરી કંપની ચૌ તાઈ ફૂક અને નેચરલ ડાયમંડ કાઉન્સિલ(NDC)એ સંયુક્ત રીતે ચાઇનામાં ‘નેચરલ ડાયમંડ ડ્રીમ’ અભિયાન હાથ ધર્યુ છે.આ અભિયાન વ્યાવસાયિક તાલીમ સંસાધનો સાથે વિવિધ સંચાર ચેનલો,એક્સેસિબલ ડિજિટલ માધ્યમો થકી ચીનની યંગ જનરેશન સુધી કુદરતી હીરાનું મૂલ્ય અને સુંદરતા પહોંચાડવાનો છે.સાથોસાથ નૈતિક રીતે પ્રાપ્ત કુદરતી હીરા પ્રત્યેનો આત્મવિશ્વાસ અને ખરીદીની ઇચ્છાને વધારવાનો છે. ચીનમા શરૂ કરવામાં આવેલા આ અભિયાનમાં એનડીસીના પ્રથમ અને વિશિષ્ટ વ્યૂહાત્મક છૂટક ભાગીદાર તરીકે ચાઉ તાઈ ફુક કુદરતી હીરાથી સંબંધિત પ્રમોશનલ અને શૈક્ષણિક અભિયાનને સંપૂર્ણ ટેકો આપશે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ કેલીએ કહ્યુ કે અમારી મુખ્ય અગ્રતા કુદરતી હીરાના કારોબાર સાથે સંકળાયેલા ડાયમંડ રિટેલરો સાથે નૈતિક રીતે પ્રાપ્ત થયેલા કુદરતી હીરાની પ્રામાણિકતા,અનોખી સુંદરતાને સાથે મળીને લોકો સમક્ષ રજુ કરવાની છે. ચાઇનાના માર્કેટમાં ચૌ તાઈ ફુક સાથે હાથ મિલાવીને અમે યુવા ગ્રાહકોમાં ‘નેચરલ ડાયમંડ્સ ડ્રીમ’ જગાડવાની આશા રાખીએ છીએ.ચીન પછી વિશ્વના અન્ય બજારોમાં પણ આવી જ પહેલ કરીશું.ખાસ કરીને અમે ભારત સહીત મધ્ય પૂર્વના દેશોમાં પણ આ પ્રકારની સહિયારાત્મક ભાગીદારી કરીશુ.
ચૌઈ તાઈ ફુક જ્વેલરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચાન સાઇ ચેઓંગે કહ્યુ કે મને વિશ્વાસ છે કે આ ભાગીદારી કુદરતી હીરા પ્રત્યે ગ્રાહકોની ઇચ્છાના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. આ અભિયાન યુવા ગ્રાહકોને કુદરતી હીરા સાથેના ભાવનાત્મક જોડાણને પોષવામાં અને ઓળખવામાં મદદ કરશે.
ચૌ તાઈ ફુક જ્વેલરી ગ્રુપ સાથેની આ વ્યૂહાત્મક ભાગીદારી આપણા ઉદ્યોગમાં એક સીમાચિહ્નરૂપ છે.હું ભારત અને મધ્ય પૂર્વના અગ્રણી ઝવેરીઓ સાથે આ પ્રકારની ભાગીદારી કરવાની રાહ જોઈ રહ્યો છું.કારણ કે આપણે આધુનિક ભારતીય ગ્રાહક માટે કુદરતી હીરાની ખરીદીના સ્વપ્ન જોતા કરી શકાય એમ ભારત અને મધ્ય પૂર્વના એનડીસીના મેનેજિંગ ડિરેક્ટર રિચા સિંઘે ઉમેર્યું હતુ.