DIAMOND TIMES – ધ નેચરલ ડાયમંડ કાઉન્સિલે તેના નવા એશ્યોર પ્રોગ્રામની લાક્ષણિકતા અને ખુબીઓ અંગે જાહેરાત કરી છે.આમ તો આ એશ્યોર પ્રોગ્રામની શરૂઆત 2019માં કરવામાં આવી હતી.જેનો મુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષા અને ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોને ટેકો આપવાનો હતો.આ કાર્યક્રમને હીરા ઝવેરાત ઉદ્યોગ દ્વારા સકારાત્મક આવકાર મળતા માત્ર એક વર્ષમાં જ વ્યવહારૂ ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી 80 ટકા જેટલુ પરીક્ષણ કર્યું છે.
આ એશ્યોર પ્રોગ્રામના પરીક્ષણ બાદ તેમણે ૨.૦ નામનું શ્રેષ્ઠ વર્જન બનાવ્યુ છે.દુનિયાનું એક માત્ર વિશ્વવિખ્યાત ડાયમંડ હબમાંની બીજી ડાયમંડ પરીક્ષણ પ્રયોગશાળા જે બેલ્જિયમની એન્ટ્વર્પ યુનિવર્સિટીમાં સ્થાપિત કરવામાં આવી.આ બંન્ને પ્રયોગશાળાઓ આ એશ્યોર પ્રોગ્રામને લાંબા સમય સુધી ટકાવી રાખવા, ડાયમંડ પરીક્ષણ ક્ષમતાને બમણી કરવા અને વધુ સારા ભૌગોલિક રીતે વૈવિધ્યસભર લેન્ડસ્કેપ બનાવવા માટે એક સાથે કામ કરશે. અને આ સુવિધાઓ અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં સ્થિત અને એશ્યોના ટેસ્ટીંગ નિષ્ણાંત ઓપરેટ કરશે.
આ એશ્યોર પ્રોગામ ૨.૦ થી ડાયમંડ-સેટ જ્વેલરી ટેસ્ટિંગ ખુબ જ બારીકાયથી કરી શકાશે અને ઓપન અને ક્લોઝ્ડ-બેક માઉન્ટેડ પથ્થરોનો પણ પરીક્ષણ પદ્ધતિમાં સમાવવામાં આવશે. તેમજ આ સુધારેલા એશ્યોર પ્રોગ્રામમાં અલગ અલગ સાઇઝના કુદરતી હીરા, કૄત્રિમ હીરા અને ડાયમંડ ઇમિટેશનનું પણ પરિક્ષણ કરી શકાશે. બજારમાં ફરી રહેલા માલની ખાતરીપૂર્વક ચકાચણી કરવા માટે આ એશ્યોર પ્રોગ્રામને તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ વ્યક્તિગત ડાયમંડો જે ભવિષ્યના વલણોની સમકક્ષ ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે કેટલાક મોટા પડકારો ઉભા કરે છે.
ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકો તેમના ઇન્સ્ટ્રુમેન્ટમાં સુધારો કરવા માટે વધારાના લાક્ષણિક ડેટાથી અને ચોક્ક્સ ક્ષેત્રોનો આધાર લઇને તેમનો પણ લાભ મેળવી શકશે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ કેલીએ જણાવ્યું હતું કે,”જ્વેલરી ઉદ્યોગની સફળતા માટે અખંડિતતા અને ગ્રાહક વિશ્વાસ મહત્વપૂર્ણ છે અને હું અમારા તમામ ભાગીદારો અને વ્યાપક ઉદ્યોગને એશ્યોર પ્રોગ્રામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમના ઉત્પાદનોની ચકાસણી માટે આભાર માનું છું. હું હીરા સ્ક્રીનીંગ ઉપકરણોના ઘણા ઉત્પાદકોનો પણ આભાર માનું છું કે તેમની ભાગીદારીએ સમગ્ર ઉદ્યોગમાં વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં ભૂમિકા ભજવી છે.”
નેચરલ ડાયમંડ કાઉન્સિલના વિદેશી બાબતો અને ઉદ્યોગ સંબંધોના વડા રાલુકા એન્જલે કહ્યુ છે કે, અમે આ એશ્યોર પ્રોગામને વધારીને અને સુધારીને એમ ગ્રાહકોના આત્મવિશ્વાસને જીતીને વધુ મોટી પ્રગતી કરી રહ્યા છીએ. તેઓ આ પ્રોડક્ટ સફળ રીતે વેચી રહ્યા છે તે માટે દરેક વ્યક્તિ જવાબદાર છે, પરંતુ આ ૨.૦ પ્રોગ્રામને સરળ બનાવવા માટે અમને હજુ મજબુત ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર છે અને જેનું સખત પરીક્ષણ અમે કરી રહ્યા છીએ. અમે આ નવા એશ્યોર પ્રોગામમાં ઉત્પાદકો ગ્રાહકોની જરૂરીયાત મુજબ પુનરાવર્તન કરી ગ્રાહકોના આત્મવિશ્વાસને પ્રપ્ત કરી જરૂરી પગલા લેવાની ખાતરી આપીએ છીએ.”
ઓક્ટોબર 2021 થી શરૂ કરીને, ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉત્પાદકોને નવા અને હાલના સાધનો જમા કરાવી અને જેમનુ પહેલેથી જ પરીક્ષણ સમાપ્ત થઇ ચુક્યુ છે તેમને માન્યતા વાળુ એશ્યોર ટેસ્ટ સર્ટિફિકેશન આપવામાં આવશે.
રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇરિસ વેન ડેર વેકેને જણાવ્યું હતું કે : એશ્યોર પ્રોગ્રામ ૨.૦ કુદરતી હીરા ઉદ્યોગ માટે પાઇપલાઇનની અખંડિતતાને વધુ સરળ બનાવે છે. તેમજ હીરા પુરવઠાની શૃંખલાને જાળવી રાખવા માટે તેમજ જે તેમની ચોકસાઇ પર આધાર રાખી શકે અને નિર્ણાયક રીતે, એક જ પદ્ધતિ જે ઉત્પાદકોની નવીનતા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે એવા ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર છે. મને સંપુર્ણ ખાતરી છે કે આ નવીનતમ પરીક્ષણ શાસકો આ લક્ષ્યોને હાંસલ કરશે અને બધા માટે પાઇપલાઇન અખંડિતતાને મજબૂત કરશે.”
GJEPC ના ચેરમેન કોલિન શાહે પણ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી શરૂ થનારા લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા હીરા અને કુદરતી હીરા માટે કસ્ટમ એક્સપોર્ટ કોડમાં નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉદ્યોગને સમર્થન આપાવા માટે એશ્યોર પ્રોગ્રામના મહત્વને સ્વીકારતા કહ્યુ છે કે, નવા કસ્ટમ નિયમો મુજબ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા હીરા અને કુદરતી હીરા માટે અલગ નિકાસ કોડની જરૂર પડશે. માત્ર સચોટ ઓળખ દ્વારા જ વ્યવસાયો તેમની પ્રોડક્ટને સરળ કસ્ટમ પ્રોગ્રામથી યોગ્ય રીતે જાહેર કરી શકશે. ઉત્પાદકોને વધુ ચોકસાઇ પુર્વક નિકાસ કરવા માટે આ એશ્યોર પ્રોગ્રામની મદદથી ઉત્પાદકોએ વિગતવાર લાક્ષણિકતા સાથે ડેટા પૂરા પાડવાના રહેશે.
CIBJO – ધ વર્લ્ડ જ્વેલરી કોન્ફેડરેશનના પ્રેસિડેન્ટ ગેતાનો કેવાલીરી ટિપ્પણી કરતા કહે છે કે, “એશ્યોર પ્રોગ્રામને કેવી રીતે વધારવામાં અને વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે તે જોવું જબરદસ્ત છે. હું તમામ ઉત્પાદકોને તેમના ડાયમંડ વેરિફિકેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સને પરીક્ષણ માટે સબમિટ કરવા વિનંતી કરુ છુ. દરેક ઉત્પાદકો કે જેઓ આ પ્રક્રિયા માટે પ્રતિબદ્ધ છે તેઓ પાઇપલાઇનની અખંડિતતા સુધારવા અને ડાયમંડ જ્વેલરીમાં ગ્રાહકોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવાના ઉદ્યોગ વ્યાપી પ્રયાસોનો ભાગ છે.
વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલના પ્રમુખ એડવર્ડ એશચરે નોંધ્યું હતું કે,”ડાયમંડ જ્વેલરી સેક્ટરમાં હંમેશા તેના મૂળમાં પ્રક્રિયાઓનો સમૂહ હોવો જોઈએ જે સપ્લાય ચેઇનનું સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત કરવામાં આ એશ્યોર પ્રોગ્રામ મદદ કરે છે. લાંબા ગાળે ગ્રાહકોનો આત્મવિશ્વાસ જાળવવાનો આ જ એકમાત્ર રસ્તો છે, અને અમારા સમુદાયો અને અમારા ઉદ્યોગનો ભાગ હોય તેવા દરેક વ્યક્તિ અને સંસ્થાના પ્રયત્નોનો આદર કરવામાં તેઓ માને છે.”