નેચરલ ડાયમંડ કાઉન્સિલ લેકમે ફેશન વીકમાં જ્વેલરી ટ્રેન્ડ રિપોર્ટ લોંચ કરશે

665

DIAMOND TIMES- નેચરલ ડાયમંડ કાઉન્સિલ ફેશન ઓફ ડાયમંડ જ્વેલરી ટ્રેન્ડ વાર્ષિક રિપોર્ટ -2021 પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે.આ ટ્રેન્ડ રિપોર્ટ આંતરરાષ્ટ્રીય હીરા અને ઝવેરાત ઉદ્યોગ તેમજ કારોબાર અંગે આગામી વૈશ્વિક વલણોથી ઉદ્યોગકારોને માહીતગાર કરાશે.

નેચરલ ડાયમંડ અને ઝવેરાતના પ્રમોશન માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલે ક્રિસ્ટીઝ,બલ્ગારી, ટિફની એન્ડ કંપની, કાર્ટીયર સહિત વિશ્વની જાયન્ટ ડાયમંડ,લકઝરી અને ફેશન કંપનીઓ સાથે સહભાગીદારી કરી છે.હીરા અને હીરા જડીત ઝવેરાતને વિશ્વમાં પ્રમોશન કરવાના અત્યંત મહત્વપુર્ણ અભિયાનની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિખ્યાત અભિનેત્રી અના દે આર્માસએ હસ્તાક્ષર કર્યા છે.

નેચરલ ડાયમંડ અને ઝવેરાતના પ્રમોશન માટે હાથ ધરવામાં આવેલા અભિયાનમા સહભાગીદારી અંગે પ્રતિભાવ આપતા
લાઈફ સ્ટાઈલ વર્લ્ડવાઇડના હેડ જસપ્રીત ચાંડોકે કહ્યું કે જ્વેલરી ફેશન ગ્લેમરનો પર્યાય છે.અમે પ્રતિષ્ઠિત બ્રાન્ડ નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથે ફરી એકવાર ભાગીદારી કરીને રોમાંચિત છીએ.નેચરલ ડાયમંડ કાઉન્સિલ ઇન્ડીયાના મેનેજિંગ ડિરેક્ટર રિચા સિંહે કહ્યું કે અમે પ્રથમ વખત જ્વેલરી ટ્રેન્ડ રિપોર્ટ રજૂ કરતાં રોમાંચિત છીએ.કુદરતી હીરા કલાતિત, ક્લાસિક્સ અને વૈભવનું એક અભિન્ન અંગ છે.