નેચરલ ડાયમંડ કાઉન્સિલે નાણાકીય સહાય મળે તે હેતુથી એન્ટવર્પ ડાયમન્ટક્રિંગ સાથે ભાગીદારી કરી

535

DIAMOND TIMES : કુદરતી હીરાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે બેલ્જિયમની રફ ડાયમંડ એક્સચેન્જ એન્ટવર્પ ડાયમન્ટક્રિંગે નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. કાઉન્સિલે ગત અઠવાડિયે જણાવ્યું હતું કે, નેચરલ હીરાના માર્કેટિંગ માટે ફરજિયાત સંસ્થા NDCને નાણાકીય સહાય પૂરી પાડનારું આ એક્સચેન્જ પહેલું ડાયમંડ બુર્સ છે. એનડીસીના કેમ્પેન અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સને મદદ આપવા માટે ડાયમન્ટક્રિંગ તેના સભ્યો સાથે જોડાશે. બદલામાં NDC એન્ટવર્પ્સે ડાયમન્ટક્રિંગના રફ ટ્રેડિંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપશે. યુક્રેન પરના હુમલા બાદ રશિયન કંપની અલરોસાએ NDC માંથી તેની સદસ્યતા પાછી ખેંચી લીધી હતી. તેને કારણે NDC બજેટની અછતનો સામનો કરી રહી છે. NDC એ અલરોસા દ્વારા બાકી રહેલ ગેપને ભરવામાં મદદ કરવા માટે ઉદ્યોગને અપીલ કરી છે, જે NDCના ભંડોળનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે.

એન્ટવર્પશે ડાયમન્ટક્રિંગના પ્રમુખ મિશેલ શોનફેલ્ડે જણાવ્યું હતું કે, એન્ટવર્પશે ડાયમન્ટક્રિંગના નિયામક મંડળ એનડીસીના કાર્યને ટેકો આપવા માંગે છે અને અન્ય હીરા સંસ્થાઓ અથવા ખાનગી હીરા કંપનીઓને તેનું અનુસરણ કરવા પ્રોત્સાહિત કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે NDC નું નવું કેમ્પેન કુદરતી હીરા એ લેબગ્રોન હીરા કરતા કઇ રીતે ચઢિયાતા છે એ દર્શાવવા માટે છે. NDC એ ”ડાયમંડ ફેક્ટ્સ: એડ્રેસીંગ મિથ્સ એન્ડ મીસકન્સેપ્શન અબાઉટ ધ ડાયમંડ ઇન્ડસ્ટ્રી” ટાઇટલ હેઠળ એક પ્રોગાર્મ શરૂ કર્યો છે જે છે કે હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે 10 મિલિયન લોકોની આજીવિકાને કેવી રીતે ટેકો આપે છે, અને તે કેવી રીતે દુર્લભતા, ટકાઉપણું અને લાંબા ગાળાના સંદર્ભમાં લેબગ્રોન હીરા સાથે અનુકૂળ સરખામણી ધરાવે છે.