નેચરલ ડાયમંડ કાઉન્સિલએ ઓફિશિયલ પાર્ટનર પ્રોગ્રામ લોંચ કર્યો

158
(PRNewsfoto/The Natural Diamond Council)

 

નેચરલ ડાયમંડ કાઉન્સિલએ  અભિનેત્રી અના ડે અર્માસ અભિનિત નાઇવ્સ આઉટ કેમ્પેઈન લોંચ કર્યુ છે.જે હાલમા આ કેમ્પેઇન https://www.naturaldiamonds.com/in પર ઉપલબ્ધ છે. જે દરરોજ 300,000થી વધુ વૈશ્વિક મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યુ છે. આપ પણ ઉપરની લિંક પર ક્લીક કરી એ કેમ્પેઈન જોઇ શકો છો.

નેચરલ ડાયમંડ કાઉન્સિલએ (NDC) જ્વેલરી રિટેઈલર્સ માટે ઓફિશિયલ પાર્ટનર પ્રોગ્રામ લોંચ કર્યો છે.જેનો આશય કુદરતી હીરા જડીત આભુષણોના વેપાર સાથે સંકળાયેલા જ્વેલરી રિટેલર્સને વેપારમા સહભાગીદાર બનાવવા,માર્કેટિંગની તકો તેમજ ડિજિટલ કન્ટેન્ટ સોલ્યુશન્સ અને શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો છે.

ઓફિશિયલ પાર્ટનર પ્રોગ્રામ લોચીંગ પ્રસંગે NDC ના સીઇઓ ડેવિડ કેલીએ જ્વેલરી રિટેઈલર્સને સંબોધતા કહ્યુ કે કુદરતી હીરાના ભાવનાત્મક અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવવામાં આપણે સમાન ફિલસૂફી ધરાવીએ છીએ.આપણે ફક્ત કુદરતી હીરાના વેપાર થકી લાભ મેળવવા વ્યાપક રૂપે સાથે મળીને કામ કરીશુ. વર્તમાન સમયે ડિજિટલ કન્ટેન્ટની જરૂરિયાત સતત વધી રહી છે. જેથી સ્પષ્ટ છે કે યુ.એસ.માં ડાયમંડ જ્વેલરી રિટેલરો સાથે આ સંસાધનોના માધ્યમથી પરસ્પર જોડાવાની તક ઉપલબ્ધ થશે. જેમા મલ્ટિમીડિયા જાહેરાત, કસ્ટમાઇઝ્ડ ડિજિટલ એસેટ ટૂલ કીટ, સોસિયલ મીડિયા અને અરસપરસ શૈક્ષણિક સંસાધનોનો મજબુત વિકલ્પ છે.

નેચરલ ડાયમંડ કાઉન્સિલએ હીરા અને હીરા જડીત આભુષણોના પ્રમોશન માટે અભિનેત્રી અના ડે અર્માસ અભિનિત નાઇવ્સ આઉટ કેમ્પેઈન દ્વારા વૈશ્વિક જાહેરાત ઝુંબેશની શરૂઆત ગત સપ્ટેમ્બરમાં કરી છે. આ ઝુંબેશ અભિયાન પ્રિન્ટ, ડિજિટલ અને ટેલિવિઝન મીડિયાના માધ્યમો થકી પ્રદર્શિત થઈ રહ્યુ છે.આ ઓફિશિયલ પાર્ટનર પ્રોગ્રામ અંતર્ગત ચાલતી ઝુંબેશનો કારોબારીઓને લાભ મળશે. આ કેમ્પેઈન વર્તમાન સમયે naturaldiamonds.com પર ઉપલબ્ધ છે.જે દરરોજ 300,000થી વધુ વૈશ્વિક મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યુ છે.
આપ પણ આ કેમ્પેઇન https://www.naturaldiamonds.com/in ક્લીક કરીને નિહાળી શકો છો.