મધર્સ ડે નિમિત્તે અમેરીકામાં આભુષણોનું રેકોર્ડ બ્રેક વેંચાણ થવાની કોન્ફરન્સ બોર્ડ નેશનલ રિટેલ ફેડરેશનની આગાહી વચ્ચે ફેન્સી હીરાનું માર્કેટ મજબૂત બન્યુ છે. 0.30 થી 0.99 કેરેટ વજનના ફેન્સી શેઈપના હીરાના ભાવોમાં અપડાઉન છે પરંતુ 1.25 થી 3.99 કેરેટ વજનના ફેન્સી શેઈપના F-J, VVS2-SI2 ક્વોલિટીનાં હીરાના પુરવઠાની તંગી જોવા મળી હતી . ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો થતા ઓવલ, પિયર્સ,એમરાલ્ડ, પ્રિન્સેસ, લોંગ રેડીયન્ટ્સ,તેમજ માર્ક્વિઝના શેઈપના હીરામાં જંગી ઓર્ડરો છે. એક્સેલેન્ટ કટના ફેન્સી હીરાના ભાવમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.અમેરીકા ઉપરાંત ચીનના મજબુત બજારો હીરા અને ઝવેરાતના કારોબારને મજબુત ટેકો પુરો પાડી રહ્યા છે.
DIAMOND TIMES – અમેરીકા અને ચીનના બજારોમા આવેલી ઝડપી રીકવરીના પગલે આ બેંને દેશોમા પોલિશ્ડ હીરા અને ઝેવેરાતની વધેલી જંગી આયાત જેમ એન્ડ જ્વેલરીના ભવિષ્યય માટે ખુબ સારા સંકેત આપે છે. બીજી તરફ હીરા ઉદ્યોગનુ વૈશ્વિક હબ ગણાતા ભારતમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિને કારણે હીરાના ઉત્પાદનની અનિશ્ચિતતા રહેવાની આશંકા છે.
પોલિશ્ડ હીરાની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થવાના પગલે આગામી ટૂંકા ગાળામાં ડીમાન્ડ અને સપ્લાયમાં અસ્થિરતા ઉભી થવાની જાણકારો અપેક્ષા રાખી રહ્યા છે.1 કેરેટ અને તેનાથી વધારે વજનના હીરા પર ભારતિય ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાના અહેવાલ છે.અમેરીકન ગ્રાહકનો ક્ન્ઝ્યુમર કોન્ફીડન્સ આંક અગાઉના મહીનાઓની સરખામણીએ 12 ટકા વધ્યો છે. કોન્ફરન્સ બોર્ડ નેશનલ રિટેલ ફેડરેશન દ્વારા મધર્સ ડે નિમિત્તે ઝવેરાતના રેકોર્ડ બ્રેક વેચાણની આગાહી કરવામાં આવી છે.ચીનમાં પ્રથમ ક્વાર્ટર દરમિયાન પોલિશ્ડ હીરાની આયાત જથ્થાની દ્રષ્ટ્રીએ 393 ટકાના વધારા સાથે 722 મિલિયન અમેરીકી ડોલરને આંબી ગઈ છે.
ફેન્સીઝ: માર્કેટ મજબૂત : 0.30 થી 0.99 કેરેટ વજનના ફેન્સી શેઈપના હીરાના ભાવોમાં ભારે ચડ ઉતાર રહ્યો હતો.જ્યારે 1.25 થી 3.99 કેરેટ વજનના વિવિધ શેઈપના F-J, VVS2-SI2 ક્વોલિટીનાં ફેન્સી હીરાના પુરવઠાની ભારે તંગી જોવા મળી હતી.ફેન્સી-આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો થતા ઓવલ , પિયર્સ, એમરાલ્ડ, પ્રિન્સેસ, લોંગ રેડીયન્ટ્સ,તેમજ માર્ક્વિઝના શેઈપના ફેન્સી હીરામાં જંગી ઓર્ડરો છે. એક્સેલેન્ટ કટના ફેન્સી હીરાના પુરવઠાની તંગીના કારણે ભાવમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.ચીનના મજબુત બજારો હીરા કારોબારને ટેકો પુરો પાડી રહ્યા છે.
અમેરીકાના બજારો : હીરા અને ઝવેરાતની ડીમાન્ડ અને સ્થિર વેપારના પગલે ડીલર્સ સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યા છે.વેડીંગ બેન્ડ અને ફેશન-જ્વેલરીના નિર્માણ માટે લોકપ્રિય ગણાતા G-I, VS-SI રેન્જના હીરા અને સગાઈ અને લગ્ન રિંગ્સ માટે 1 થી 2 કેરેટ વજનના G-I, VS-SI હીરાની ભારે માંગ છે.ફેન્સી કટ હીરાની માંગ અને ભાવમાં સુધારો થયો છે તો મધર્સ ડે નિમિત્તે હીરા જડીત આભુષણનું રેકોર્ડ બ્રેક વેંચાણ થવાની અપેક્ષાઓ વધી રહી છે.
બેલ્જિયમ: યુરોપના બજારો થોડા ઠંડા છે પરંતુ અમેરીકા અને ચીનના બજારોની માંગના પગલે સેન્ટિમેન્ટ ઉત્સાહ જનક છે.1 કેરેટ વજનના E-G, VVS-SI1 હીરાની સારી માંગ છે.ડી બિયર્સની આગામી સાઈટની અપેક્ષાએ રફ ટ્રેડિંગ સ્થગીત થઈ ગયુ છે.
ઇઝરાઇલ: ભારતમાંથી સોર્સિંગ કરવું મુશ્કેલ બનતા ઈઝરાયેલમાં તેજી વચ્ચે પણ કારોબારની પ્રવૃત્તિ સ્થિર છે.ઈઝરાયેલ કારોબારીઓ માલની તંગી અનુભવી રહ્યા છે.મોટાભાગના ડીલર્સોએ અમેરીકી બજારો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.1 થી 1.50 કેરેટ વજનના G-J, VS-SI હીરા અને ફેન્સી કટ હીરાની ભારે માંગ છે.
હોંગકોંગ: કોવિડ -19 કેસ ઘટતાં અને રોજગારનું પ્રમાણ વધતાં રિટેલ વેચાણમાં સુધારો થયો છે.રોગચાળાના નિયમો સરળ બન્યા છે.1 કેરેટ વજનના D-H, VS2-SI2, 3X હીરાની માંગ સ્થિર છે.જ્યારે 2 કેરેટથી વધુ વજનના મોટા હીરામાં માંગ શુષ્ક છે.