નામિબિયાની રફ કંપની નામડિયા રફ હીરાની કરશે ઓનલાઇન હરાજી

843

DIAMOND TIMES – નામિબિયાના એક અખબારમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે નામીબિયા સરકાર હસ્તકની કંપની નામડિયા રફ હીરાનું નફાકારક અને સ્પર્ધાત્મક રીતે ઓકશન દ્વારા દુબઈ અને ભારતિય ગ્રાહકોને રફ હીરાનું વેંચાણ કરવાના બદલે અન્ય સ્ત્રોતમાં મનસ્વી રીતે રફ હીરાનું વેંચાણ કરે છે.જેનાથી દેશની તિજોરીને ભારે નુકશાન થાય છે.આ પ્રકારના મીડીયા અહેવાલ પછી પગ નીચે રેલો આવતા આફ્રીકન દેશ નામીબિયાની સરકારી કંપની નમિબ ડિઝર્ટ ડાયમંડ્સ (નામડિયા) રફ હીરાનું ઓનલાઈન ઓક્શન કરવાની યોજના બનાવી રહી છે.

આફ્રીકન દેશ નામીબિયાની સરકારી કંપની નામડિયાના પ્રવક્તા બેવરલી કાઉઝમેન્ટે અખબાર દ્વારા કરાયેલા આરોપોને ફગાવી દેતા કહ્યુ છે કે વર્તમાન વાર્ષિક વ્યાપારી યોજનાને અનુરૂપ નામડીયા ટૂંક સમયમાં ઓનલાઇન ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રફ ઓકશનની જાહેરાત કરશે.જેમા રફ હીરાની ખરીદી માટે સ્પર્ધાત્મક બિડિંગ પદ્ધતિઓ મુજબ રફ હીરાનું સેલિંગ કરવામાં આવશે.રફ હીરાના વેંચાણમાં ટેન્ડર કે હરાજી પદ્ધતિઓનું સંયોજન કરી રફ હીરાની મહત્તમ કિંમતો હાંસલ કરવા માટે નામડિયાના હિતમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવશે.

રફ હીરાના વેંચાણને લઈને નામડિયાના અખબારે કર્યો છે ગંભીર આક્ષેપ

નામડિયાના એક અખબારે આક્ષેપ કર્યો છે કે નામિબિયાની ખાણમાથી ઉત્પાદીત રફ હીરાને સરકારી કંપની નામડિયા યોગ્ય નફાકારક અને સ્પર્ધાત્મક રીતે ઓકશન દ્વારા વેંચવાના બદલે અન્ય સ્ત્રોતમાં મનસ્વી રીતે રફ હીરાનું વેંચાણ કરે છે.પરિણામે દેશની સરકારી તિજોરીને ખુબ મોટૂ આર્થિક નુકશાન જાય છે.રફ હીરાનું મનસ્વી રીતે વેંચાણ કરવાના બદલે જો સ્પર્ધાત્મક પધ્ધતિ દ્વારા વેંચાણ કરવામાં આવે તો વર્ષે દહાડે 200 થી 500 મિલિયન નામિબિયન ડોલરનો વધુ નફો મળી શકે તેમ છે.
વર્ષ 2016માં નામીબિયન સરકાર અને ડીબિયર્સ વચ્ચે થયેલા કરાર પછી સરકારી કંપની નામડિયાની સ્થાપના કરવામાં આવી હતી.નામીબિયન સરકાર અને ડીબિયર્સ વચ્ચે થયેલા કરાર મુજબ સંયુક્ત કુલ રફ ઉત્પાદન પૈકી 15 ટકા રફ હીરાનો જથ્થો નામીબિયાની સરકારને સોંપી દેવામા આવે છે.આ રફ હીરાનો જથ્થો નામીબિયાની સરકારી કંપની નામડિયાના સ્વતંત્ર રીતે વેંચાણ કરે છે.