મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને જીજેઇપીસીના ચેરમેનની મુલાકાત થઇ
DIAMOND TIMES સુરત: કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હવે ધીમે ઘીમે વેપાર ઉદ્યોગના ગાડી પાટે ચડી રહી છે. મુંબઇમાં હીરા ઉદ્યોગકારોની માંગને ધ્યાને લઇ જ્વેલરી પાર્ક બનાવવા અંગેની કવાયત હાથ ઘરવામાં આવી છે. જે દિશામાં હવે કામ શરૂ થયુ છે.શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી ભાગીદારી સાથે ઇન્ડિયા જ્વેલરી પાર્ક મુંબઇ( આઇજેપીએમ) મેગા ક્લસ્ટર પરિયોજનાને મંજૂરી માટે તત્પરતા બતાવી છે. જો તમામ સંભાવનાઓ શક્ય બનશે તો આગામી દિવસોમાં ભારતનો સૌથી મોટો જ્વેલરી પાર્ક આ મંજૂરી મળ્યા પછી મુંબઇમાં ઉભો કરાશે.
મુખ્યમંત્રીના નિવાસ્થાને યોજાયેલી બેઠકમાં જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ, વાઇસ ચેરમેન વિપુલ શાહ, કિરીટ ભંસાલી અને આઇજેપીએમ પ્રશાસન કમિટિના સદસ્ય રસેલ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. જ્વેલરી પાર્કને એક લેન્ડમાર્ક તરીકે ડેવલપ કરવામાં આવશે, જેથી પર્યટકો પણ આ પ્રોજેક્ટ જોવા આવી શકે. મહારાષ્ટ્ર સરકારે 14 હજાર કરોડના મૂડીરોકાણને આકર્ષિત કરવા તથા નવી 1 લાખ રોજગારી ઉભી કરવા એમઆઇડીસીને અગાઉ આદેશ આપ્યો હતો. તેને પગલે જીજેઇપીસીએ એમઆઇડીસીને જમીનની કિમતનો પહેલો હપ્તો ચૂકવી દીધો છે. કોરોના સંક્રમણને લીધે આ પ્રોજેક્ટ વિલંબિત થયો હતો. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં નોન લેન્ડિંગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં મુશ્કેલીઓ નડી રહી છે. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ગોલ્ડ બુલિયનની આયાત પર લાગુ સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ મળવી જોઇએ, સાથે સાથે શીપ્સ અને સેઝમાં પણ પેટા લીઝ કરાર પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી, લોન અને સિક્યોરિટીના ડોક્યુમેન્ટ પરની સ્ટેમ્પ ડ્યૂટીમાં પણમાં રાહત આપવા રજૂઆત કરાઇ છે. ઉદ્યોગ પ્રતિનિધિમંડળે હીરા ઉદ્યોગમાં પ્રત્યેક કારીગરને પરિચય કાર્ડ આપી રહ્યો હોવાની માહિતી પણ આપી હતી. સાથે સાથ મહારાષ્ટ્ર સરકારનું ગૃહ વિભાગ કરફ્યુ દરમિયાન આ કાર્ડને માન્યતા આપે તેવી માંગ કરાઇ હતી