મુંબઈ સુમસામ : વિક એન્ડ લોકડાઉન સપ્તાહનું કરવા વિચારણા

806
ઉધ્ધવ ઠાકરેની આજે સર્વપક્ષીય બેઠક,કોરોના ચેઈન તોડવા માટે સપ્તાહનું લોકડાઉન લગાવવા તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાનો વ્યુહ

DIAMOND TIMES – ભારતમાં કોરોના હોટસ્પોટ બની રહેલા તથા ખતરનાક લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં વિક એન્ડ લોકડાઉન લાગુ પડવા સાથે જ સર્વત્ર સન્નાટો છવાયો છે. રાજયમાં કોરોના બેકાબુ છે. ત્યારે વિક એન્ડ લોકડાઉન ઉપરાંત એક બે સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.

કોરોનાની ચેઈન તોડવા માટે એક સપ્તાહનું લોકડાઉન લગાવવાની વિચારણા કરવા માટે રાજય સરકારે સર્વપક્ષીય બેઠક યોજી છે.તમામ રાજકીય પક્ષોને વિશ્ર્વાસમા લઈને આ કદમ ઉઠાવવાનો વ્યુહ અપનાવ્યો છે. વર્તમાન નિયંત્રણોનો વિરોધ કરી રહેલા ભાજપ તથા મનસેનાં નેતાઓને પણ તેડાવવામાં આવ્યા છે.પરિસ્થિતિની ગંભીરતાને લક્ષ્યમાં રાખીને સપ્તાહના લોકડાઉન સિવાય વિકલ્પ ન હોવાની દલીલ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે કરી શકે છે.મહારાષ્ટ્રનાં સીનીયર પ્રધાન વિજય વાડેટીવારે ત્રણ સપ્તાહનું લોકડાઉન લાદવાની મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.આ સિવાય ખુદ આરોગ્ય પ્રધાન રાજેશ તોપેએ પણ બે-ત્રણ દિવસનું લોકડાઉન લગાવવા મુખ્યમંત્રીને સલાહ આપી છે.મહારાષ્ટ્રમાં ભાજપ મનસે જેવા વિરોધપક્ષ ઉપરાંત એનસીપી કોંગ્રેસ જેવા સાથી પક્ષ પણ લોકડાઉનનો વિરોધ કરતા હોવાનું ઉલ્લેખનીય છે.