વિખ્યાત કુલિનન હીરાને બ્રિટનથી સાઉથ આફ્રીકા પરત લાવવા ચળવળ

775

બ્રિટનની ઇસ્ટ ઈન્ડીયા કંપનીએ ભારત સહીત વિશ્વના અનેક દેશોને ગુલામ બનાવી સદીઓ સુધી રાજ કર્યુ હતુ. આ સમયગાળા દરમિયાન બ્રિટિશરોએ ભારત સહીત તમામ ગુલામ દેશની સંપતિ અને ખજાનાને લુંટવામાં કોઇ જ કસર બાકી રાખી ન હતી.સાલ ૧૭૯૮થી જ અંગ્રેજોએ ભારતમાથી લૂંટેલા કીંમતિ આભુષણોને લંડન મોકલવાની શરૂઆત કરી દીધી હતી. એક વર્ષ પછી તો કોહિનુર હીરા સહીત ભારતની કીમતી કલાકૃતિઓ લંડન પહોંચવા માંડી હતી.

ભારતની જેમ સાઉથ આફ્રીકામાં પણ અંગ્રેજોએ લુંટ ચલાવી અમુલ્ય હીરાઓ ઘરભેગા કર્યા છે.બ્રિટીશરોએ દેશમાંથી લુંટેલા કેટલાક મુલ્યવાન હીરાને પરત મેળવવા સાઉથ આફ્રિકા સ્થિત ઈકોનોમિ ફ્રીડમ ફાઈટર (EFF)ના વિરોધ પક્ષના સંસદ સભ્ય એમબુસિસેની એનડ્લોઝીએ ચળવળ ચલાવી બ્રિટનની મહારાણીના મુગટમા જડેલા મુલ્યવાન કુલિનન હીરા સાઉથ આફ્રીકા પરત લાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે.

સાઉથ આફ્રિકા સ્થિત રાજકીય પક્ષ ઈકોનોમિ ફ્રીડમ ફાઈટર (EFF)ના વિરોધ પક્ષના સંસદ સભ્ય એમબુસિસેની એનડ્લોઝીએ કહ્યુ કે બ્રિટનમાં કેદ સ્ટાર ઓફ સાઉથ આફ્રીકાથી વિખ્યાત કુલિનન હીરાને દક્ષિણ આફ્રિકા પરત લાવવા જોઇએ, કારણ કે તે અમારા દેશની સંપતિ છે.તેમણે ટ્વિટ કરતા લખ્યુ છે કે અમને અમારા હીરા પરત જોઈએ છે.ઉલ્લેખનિય છે કે આ હીરા દક્ષિણ આફ્રિકાની વિખ્યાત કુલિનન ખાણમાથી મળી આવ્યા છે. હાલમાં પેટ્રા ડાયમંડ્સ નામની કંપની કુલિનન ખાણની માલિકી ધરાવે છે.

વર્તમાન સમયે રાણી એલિઝાબેથ પાસે બે સૌથી મોટા હીરા કુલીનન-1 અને કુલીનન-2 છે. સ્ટાર ઓફ સાઉથ આફ્રીકા તરીકે વિખ્યાત કુલીનન એકનું વજન 530.2 કેરેટ છે.પિયર શેઈપનો સ્ટાર ઓફ સાઉથ આફ્રીકા અત્યારે મહારાણીના મુગટમા સેટ થયો છે.જ્યારે નક્ષત્ર તરીકે વિશ્વ વિખ્યાત 317.4 કેરેટ વજનનો કુલિનાન 2 પણ શાહી ક્રાઉનના માઉન્ટમાં જડેલો છે.

કોહીનુરને પણ ભારત લાવવા અનેક વખત પ્રયાસો થયા છે.

વર્તમાન સમયે ભારતનો વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો પણ બ્રિટિશ મ્યૂઝિયમમાં છે.કોહીનુરને પણ ભારત પરત લાવવા અનેક વખત ચળવળો ચલાવવામાં આવી છે પરંતુ હજુ સુધી પરિણામ મળ્યુ નથી. બ્રિટિશ સરકારે 1849માં પંજાબ સરકારના શાસક દલીપ સિંહને હરાવીને આ મૂલ્યવાન હીરો મેળવ્યો હતો.આ કિંમતી હીરો કોહીનૂર બ્રિટનની મહારાણી વિક્ટોરિયાને ભેંટ આપવામાં આવ્યો હોવાનો કરાર છે.જો કે રાણી વિક્ટોરિયાના મોત બાદ કોહીનૂરને લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. આઝાદી પછી ભારતે અનેક વખત કોહિનૂર હીરો પરત કરવાની બ્રિટન પાસે માંગણી કરી છે.પરંતુ બ્રિટન સરકારે બ્રિટિશ મ્યૂઝિયમ એક્ટનો હવાલો આપીને કોહીનુરને પરત કરવાની ભારતની માગણીનો અસ્વિકાર કર્યો છે.