રફ હીરાનાં ઓકશન સેન્ટરને સૈદ્ધાંતિક મંજૂરી પછી હવે હીરા-ઝવેરાતની હરાજી શરૂ કરવા હીલચાલ

609
આગામી ગણતરીના દીવસોમાં જ મુંબઇની માફક સુરતમાં પણ હીરા-ઝવેરાતની હરાજી શરૂ થવાની શક્યતાઓ પ્રબળ બની છે.આ ઉપરાંત સુરતમાં પણ ઝવેરાત ઉદ્યોગકારો માટે કોમન ફેસિલિટી સેન્ટર કાર્યરત કરવાની પણ યોજના હાથ ધરવામાં આવી છે.

DIAMOND TIMES, સુરત
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્ધારા હીરા અને ઝવેરાતના કારોબારને સરળ બનાવવા કાચામાલ એટલે કે રફ હીરાને ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા સુરતમાં રફ ઓક્શન સેન્ટર કાર્યરત કરવાનું આયોજન કરાયુ હતુ.જો કે કોરોનાના પગલે રફ ડાયમંડ ઓકશન સેન્ટરને કાર્યરત કરવામાં થોડો વિલંબ જરૂરથી થયો છે.પરંતુ હવે આગામી ગણતરીના દીવસોમાં જ આ રફ ડાયમંડની હરાજી ઝડપથી શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ખજોદ ડ્રીમ સિટી પ્રોજેકટ અંતર્ગત સુરત હીરા ર્બુસ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઇ જવાની ધારણા છે.વળી મેન્યુફેકચરીંગ કંપનીઓને ઘર આંગણે રફ ડાયમંડ પ્રાપ્ત થાય એ માટે જીજેઇપીસી દ્ધારા ઇચ્છાપોર ખાતે ડાયટ્રેડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે.પરંતુ ઉપરોક્ત ફેસિલિટીને સમાંતર હવે હીરા અને જ્વેલરીનું પણ સુરતમાં ઓકશન શરૂ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.વેસુ ખાતે ઓકશન સેન્ટર કાર્યરત કરવા ગત ફેબ્રુઆરીમાં જીજેઇપીસી દ્વારા જાહેરતા કરવામાં આવી હતી. સુરતના ઉદ્યોગકારો ડાયમંડની સાથો સાથ ડાયમંડ ગોલ્ડ જ્વેલરીનું ઓકશન કરી શકે તે માટે આ સુવિધા પુરી પાડવામાં આવશે.આ અંગે જીજેઇપીસીના રિજયોનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયાએ કહ્યુ કે આગામી ગણતરીના દીવસોમાં આ ઓકશન સેન્ટર શહેરના કાર્યરત કરવાની નેમ છે.તેની સાથે ડાયટ્રેડ સેન્ટરમાં પણ વિદેશી ડાયમંડ માઇનીંગ કંપનીઓ રફ હીરાનું વ્યહીંગ કરી શકે તે માટે પણ પ્રયત્નો હાથ ઘરવામાં આવી રહ્યા છે.