હીરા ઉદ્યોગની પ્રગતિમાં મહત્તમ યોગદાન આપવા ધર્મજ ટેકનોલોજીસ દ્વારા મોટીવેશન સેમિનાર

1860

ડાયમંડ ટાઇમ્સ
પર્યાવરણ અંગે સવેંદનશીલ,સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર,રાષ્ટ્રીય ભાવનાથી છલોછલ તેમજ ભારતના હીરા ઉદ્યોગની પ્રગતિમાં અત્યંત મહત્વપુર્ણ યોગદાન આપનાર સુરતની અગ્રણી કંપની ધર્મજ ટેકનોલોજીસએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મેઈક ઇન ઇન્ડીયાના મિશનને વધુ મજબુત બનાવવા ખાસ સેમિનારનું આયોજન કર્યુ હતુ. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારીક ભાવના સાથે કંપનીમા નિષ્ઠા પુર્વક ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનામાં રહેલી આગવી સ્કીલને ડેવલપ કરવાનો હતો.

ઉદ્યોગને હાઇટેક મશીનરી અને નવીનતમ ઉપકરણો આપવા સતત પ્રયત્નશીલ છીએ : પ્રકાશભાઈ રાખોલિયા

આ સેમિનાર અંગે ધર્મજ ટેકનોલોજીસનાં ફાઉન્ડર અને પાર્ટનર પ્રકાશભાઈ રાખોલિયાએ કહ્યુ કે સુરતના હીરા ઉદ્યોગમાં નવિનત્તા અને ક્રાંતિ લાવવા, ડાયમંડ પ્રોસેસિંગના દરેક તબક્કાઓ માટે અત્યંત આવશ્યક ટેકનિક વિકસાવવા, ડાયમંડ પ્રિ-પોલિશિંગના તમામ પાસાઓને આવરી લેતી આધુનિક મશીનરીની ક્ષમતાઓ વધારવા ધર્મજ ટેક્નોલોજીસ હરહમેંશ પ્રતિબદ્ધ છે.અમે અમારા ગ્રાહકોને હાઇટેક મશીનરી અને નવીનતમ ઉપકરણોની ઓફર કરવા સતત પ્રયત્નશીલ છીએ. આ ઉપરાંત વેચાણ પછીની ઝડપી સેવાની પણ અમો ખાત્રી આપીએ છીએ. જેનાથી અમારા માનવંતા ગ્રાહકોને હીરાની ઉત્પાદન ક્ષમતા વધારવા અને ઉત્પાદન કોસ્ટ ઘટાડવામાં મદદ મળે છે.

ધર્મજ ટેકનોલોજીસની આ ઉમદા નેમ અને પ્રતિબદ્ધતાને પુર્ણ કરવામાં પારિવારીક ભાવના સાથે કાર્યરત કંપનીના કર્મઠ , કુશળ અને ઉર્જાસભર કર્મચારીઓનું ખુબ મહત્વપુર્ણ યોગદાન છે.જેથી અમારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેઓની કાર્ય કુશળતા વધારવા મોટીવેશન સેમિનારનું આયોજન કર્યુ હતુ.જેમાં દરેક કર્મચારીઓ ખુબ જ ઉત્સાહ અને ખંતપુર્વક ભાગ લીધો હતો. વર્તમાન સમયે વિશ્વમાં તકનીકી ક્રાંતિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપી પરિવર્તન થઈ રહ્યા છે.જે બાબતે અમારા કર્મચારીઓને અવગત કરાવી આ ક્રાંતિ અને પરિવર્તન માટે સુસજ્જ કર્યા હતા.