ડીબિયર્સના ઓપરેશન્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મોસેસ મેડોન્ડોની નિમણૂંક

18

DIAMOND TIMES- અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સ ગ્રુપના મેનેજડ ઓપરેશન્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે થેમ્બિન્કોસી મોસેસ મેડોન્ડોની નિમણુક કરવામાં આવી છે.મોસેસ મેડોન્ડો આગામી 1 જાન્યુઆરી 2022થી આ જવાબદારી સાંભળી લેશે.

મોસેસ મેડોન્ડોએ આ નવી જવાબદારી સ્વીકારવા અગાઉની કંપની એંગ્લો ગોલ્ડમાંથી રાજીનામું આપી દીધું છે.તેઓ 1998 માં એંગ્લો ગોલ્ડ સાથે જોડાયા હતા.સાથોસાથ તેઓ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી વિભાગ માં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની જવાબદારી પણ સંભાળતા હતા. ખાણકામ ઉદ્યોગમાં તેઓ 23 વર્ષનો વિશાળ અનુભવ ધરાવે છે.આ ઉપરાંત તેઓએ એન્જિનિયરિંગ મેનેજર,પ્રોસેસ મેનેજર,જનરલ મેનેજર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સહિતના વિવિધ હોદ્દાઓ પર વરિષ્ઠ અને એક્ઝિક્યુટિવ ભૂમિકાઓ નિભાવી છે.

ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે જણાવ્યું હતું કે મોસેસ ખાણકામ ક્ષેત્રનું વ્યાપક જ્ઞાન ધરાવે છે.તેઓ હીરાના ખાણકામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વની ક્ષમતા ધરાવે છે.અમે દક્ષિણ આફ્રિકામાં 2 બિલિયન ડોલરના વેનેટીયા અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટની સફળ કામગીરી હાથ ધરી છે.આ ઉપરાંત અને કેનેડામાં ગાચો કુ ખાણમાં મજબૂત ઓપરેશનલ કામગીરી જાળવી રાખીએ છીએ.અમારા આ તમામ નવા પ્રોજેક્ટના વિસ્તરણ માટે મોસેસની આગેવાની મહત્વપુર્ણ સાબિત થશે . મોસેસની આ કાર્ય કુશળતા અમારા ભવિષ્યના સ્માર્ટ માઈનીંગ પ્રોગ્રામ માટે આવશ્યક બની રહેશે.