DIAMOND TIMES – ભારતની ટોચની ગોલ્ડ અને જ્વેલરી કંપનીઓ તનિષ્ક, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ અને સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડના હોલમાર્કીંગ જ્વેલરી ઉત્પાદનમાં વેંચાણમાં 20 ટકાથી વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.ઉલ્લેખનિય છે કે ગત 16 જૂન 2021 થી ગોલ્ડ જ્વેલરી પર સરકારે હોલમાર્કિંગ ફરજિયાત કર્યુ છે.
રેટિંગ એજન્સી ICRAના અહેવાલ મુજબ ગ્રાહકો હોલમાર્ક જ્વેલરીની ખરીદી તરફ વળી રહ્યા છે.ગ્રાહકો માને છે કે આવા ઉત્પાદનો શુદ્ધતા પર વધુ ધ્યાન આપે છે.રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર તાજેતરના મહિનાઓમાં જ્વેલરી ની માંગ પૂર્વ-રોગચાળાના સ્તરને વટાવીને નાના પાયા પર હોવા છતાં 2021માં લગભગ 35% ની મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવો અંદાજ છે.ઉપરાંત જ્વેલરી ઉદ્યોગ વાર્ષિક ધોરણે 15% વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. જ્યારે અગ્રણી કંપનીઓ 20% થી વધુ વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
એક અગ્રણી જ્વેલરી કંપનીના માલિકે કહ્યુ કે ભારત સરકાર દ્વારા ફરજિયાત હોલમાર્કિંગ કાયદાનો અમલ થતા ઝવેરાત ના કારોબારમાં પારદર્શિતામાં વધારો કરશે.અમે Q2માં અને વર્તમાન Q3માં તહેવારોની સિઝનમાં સારી વૃદ્ધિ જોઈ છે. હોલમાર્કિંગને અપનાવવાથી જ્વેલર્સની ગુણવત્તાના માનકીકરણ માટે જવાનો ઇરાદો પણ પ્રતિબિંબિત થાય છે, આમ દાણચોરીથી સોનાની સપ્લાય ચેઇનને દૂષિત કરવાની સંભાવનાને પણ દૂર કરે છે.તેમણે કહ્યું કે હોલમાર્કિંગ પારદર્શિતાને મજબૂત કરીને અને ઉપભોક્તાનો વિશ્વાસ વધારવામાં મદદ કરે છે.