ડાયમંડ ટાઈમ્સ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રથમ પગલા તરીકે ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન ચલાવ્યુ છે.વડાપ્રધાનના આ અભિયાને અમેરિકાને પણ ચિંતામાં નાખી દીધું છે.અમેરીકાના રાષ્ટ્રપતિ બાઈડેનને ચિંતા સતાવી રહી છે કે ભારત મેક ઈન ઈન્ડિયાને વળગી રહેશે તો દ્વિપક્ષીય વેપાર પ્રભાવિત થઈ શકે છે.બાઈડેન પ્રશાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે ભારત સરકારની આ નીતિ અમેરિકા-ભારતના દ્વિપક્ષીય વેપારમાં અમેરીકા માટે એક મોટો પડકાર છે.2021 માટે વેપાર નીતિ પર આવેલા અમેરીકી રિપોર્ટમાં યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા પર કેન્દ્રીત ભારતની વેપાર નીતિથી અમેરિકી નિકાસકારો પર અસર પડી છે.અમેરીકી કોંગ્રેસને મળેલા રિપોર્ટમાં કહ્યું કે ભારત પોતાના મોટા બજાર અને આર્થિક વિકાસની તમામ તકોના કારણે અમેરિકી નિકાસકારો માટે મોટૂ બજાર છે.પરંતુ જે રીતે ભારતમાં વેપારને સિમિત કરનારી નીતિઓ અમલમાં આવી રહી છે તેનાથી બંને દેશોના વેપાર સબંધ નબળા પડી શકે છે.
ઉલ્લેખનિય છે કે ટ્રમ્પ સરકારે 5 જૂન 2019 ના રોજ ભારત માટે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(GSP) હેઠળ વેપારમાં મળતી વિશેષ છૂટને ખતમ કરી હતી.હવે અમેરીકા આ મુદ્દે ફેરવિચારણા કરવા પણ તૈયાર છે.