હીરાને પોલિશ્ડ કરવામાં જ નહી,પરંતુ રફની હરાજીમાં પણ થઈ રહ્યો છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

59
આધુનિક ટેકનોલોજીની મદદથી નવી જ સ્થાપિત થયેલી કંપની દ્વારા દુબઈમાં પ્રથમ વખત જ આયોજીત રફ હરાજીમાં 57 મિલિયન ડોલરનો જંગી કારોબાર કરવામાં મદદ મળી.

DIAMOND TIMES – નવી જ સ્થાપિત થયેલી કંપની જેમ્સ ઓક્શન્સએ તાજેતરમાં જ 17 થી 22 નવેમ્બર દરમિયાન દુબઈ ડાયમંડ એક્સચેન્જ ખાતે આયોજીત કરેલા રફ હીરાના પ્રથમ ટેન્ડરમાં કુલ 57 મિલિયન ડોલરની કીંમતના કુલ 120,000 કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ છે.ઉલ્લેખનિય છે કે ખાણકામ ક્ષેત્રના અનુભવી એલન ડેવિસ દ્વારા આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે.તેઓ રિયોટીન્ટોના સીઈઓની જવાબદારી નિભાવી ચુક્યા છે.અને હાલમાં ઝામ્બિયન માઈનિંગ કંપની મોક્સિકો રિસોર્સિસના વડાની જવાબદારી સંભાળે છે.પ્રથમ ઓકશનની સફળતાથી પ્રેરાઈ આગામી વર્ષ-2022ની શરૂઆતમાં દુબઈમાં બીજુ રફ ઓક્શનની યોજવાની તેમણે જાહેરાત કરી છે.

જેમ્સ ઓક્શન્સના એલન ડેવિસે રફ હીરાની હરાજીની સફળતા અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે અમારી કંપની દ્વારા દુબઈ ખાતે પ્રથમ વખત રફ હીરાના ટેન્ડરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રીતે પ્રથમ રફ હીરાના ઓકશનને મળેલી જંગી સફળતા રફ હીરાના વેપાર ક્ષેત્રમાં એક ઈતિહાસ છે.આ સફળતાનો શ્રેય માત્ર બજારની મજબૂત પરિસ્થિતિઓને જ આભારી નથી,પરંતુ ખાસ ટેકનોલોજીનું પણ મહત્વનું યોગદાન છે.આધુનિક ટેકનોલોજીના ઉપયોગના પરિણામે વિશ્વના 200થી વધુ ઉત્પાદકોના રફ હીરાનું જરૂરીયાત મુજબ એકીકૃત,નિરીક્ષણ અને બિડ કરવામાં અમે સફળ રહ્યાં છીએ . ઉપરાંત રફ હીરાની કિંમતોને ઑપ્ટિમાઇઝ કરવામાં પણ અમને ટેકનોલોજીના ઉપયોગના કારણે મદદ મળી છે.