ખાણનું આયુષ્ય વધારી વધુ ઉત્પાદન મેળવવા હવે અંડરવોટર રિમોટ માઇનિંગ ટેકનોલોજી તરફ વળતી ખાણ કંપનીઓ

18

DIAMOND TIMES –સહુ કોઇ સારી રીતે સમજે છે કે આગામી સમય ટેકનોલોજીનો છે.હીરાને પોલિશ્ડ કરવામાં પણ હવે માનવ શક્તિના સ્થાને ઉચ્ચ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે.કારણ કે હીરા કુદરતની એક અમુલ્ય દેન છે,જેનો વેડફાટ કરવો એ પ્રકૃતિના અપમાન સમાન છે.હીરા તૈયાર કરવાની સાથે હવે હીરાના ખાણકામમાં પણ ખાણ કંપનીઓ નવી અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરવા તરફ વળી છે.

ભુગર્ભમાં હીરાના પુરવઠાની અછત વચ્ચે એકાતિ ખાણની માલીકી ધરાવતી કેનેડિયન ડાયમંડ કંપની આર્ક્ટિકએ અંડર વોટર રિમોટ માઇનિંગ (URM) ટેકનોલોજી નો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.કારણ કે કેનેડિયન ડાયમંડ કંપની આર્ક્ટિક આ ટેકનોલોજીને આગામી ભવિષ્ય તરીકે જુએ છે.આ માટે તેણે મેરીટાઇમ- ટેક્નોલોજી પ્રદાતા રોયલ IHC સાથે સમજુતિ કરી છે.

મેરીટાઇમ ટેક્નોલોજી પ્રદાતા રોયલ IHC પાછલા ચાર વર્ષથી આ નવા પ્રોજેક્ટ પર કામગીરી કરી રહી છે.આ કંપનીએ મેરીટાઇમ ખાણકામ માટે ખાસ ક્રાઉલર તરીકે ઓળખાતું મશીન બનાવ્યુ છે.આ મશીનની મદદથી હવે એકાતિ ખાણના ખુલ્લા ખાડાઓના ઊંડા ભાગમાં હીરા ખનન કામગીરી શકુઅ બને તેવો ખાણ કંપનીએ વિશ્વાસ વ્યકત કર્યો છે. ઉલ્લેખનિય છે કે જુની ટક્નોલોજીના દ્વારા આ અવિશ્વસનિય કામગીરી આજદીન સુધી શક્ય બની ન હતી.

નોર્થવેસ્ટ ટેરિટરીઝ અને નુનાવુત ચેમ્બર દ્વારા આયોજિત વાર્ષિક જીઓસાયન્સ ફોરમને સંબોધતા કેનેડીયન રફ કંપની આર્ક્ટિકના સીઇઓ રોરીમૂરે આ નવી ટેકનોલોજી અંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે નવી ટેકનિકની ક્ષમતા અંગે અમને ખુબ જ વિશ્વાસ છે.આગામી વર્ષ 2023 અને 2024માં સેબલ પિટ કિમ્બર લાઇટના આયુષ્યને વધુ ચાર વર્ષ લંબાવવા ક્રાઉલર નામે ઓળખાત મશીનની પ્રથમ ટ્રાયલ લેવાશે.આ નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધારાના 40 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન મેળવવાની પણ અમારી નેમ છે.

ક્રાઉલર નામે ઓળખાત મશીનની વિશિષ્ટ કામગીરી

ક્રાઉલર નામે ઓળખાત મશીનના ક્રોલરના કેન્દ્રમાં સ્થિત સ્ટીલ અને કાર્બનના મજબુત દાંતોથી સજ્જ ફરતું માઇનિંગ ડ્રમ હોય છે.જે સપાટી પરના કિમ્બર લાઇટના જાડા સ્તરને આસાનીથી કાપી નાખે છે.ત્યારબાદ કિમ્બર લાઇટ કટીંગ્સને મોટા હાઇડ્રોલિક પંપ દ્વારા સપાટી પર પમ્પ કરવામાં આવે છે.ત્યારબાદ ડીવોટરિંગ કામગીરી પછી હીરાની પુનઃપ્રાપ્તિ માટે પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે.વળી આ ટેકનોલોજીની યુઆરએમ પદ્ધતિ પરંપરાગત ખાણકામ પદ્ધતિ ઓની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછી પર્યાવરણીય અસર કરશે.ખાણકામ પર નજર રાખતી નિયમનકારી સંસ્થાઓ પણ આ ટેકનોલોજીના ઉપયોગને જરૂરથી સમર્થન આપશે તેવો અમને પાકો વિશ્વાસ છે.