જ્વેલ્સ ઓફ અમિરાત એક્સ્પોમાં જ્વેલરીના કરોડોના કારોબાર

શારજાહમાં આયોજીત એક્સ્પોની સફળતાથી જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનો ચિતાર સામે આવ્યો 

DIAMOND TIMES – શારજાહ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(SCCI)ના સહયોગથી એક્સ્પો સેન્ટર શારજાહ દ્વારા ગત તારીખ 30 જુનથી 3 જુલાઈ -2021 દરમિયાન જ્વેલ્સ ઓફ અમિરાત એક્સ્પોનું દુબઇ યુએઈ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્વેલ્સ ઓફ અમિરાત એક્સ્પોમાં ગત વર્ષની તુલનાએ મુલાકાતીઓની સંખ્યામાં 30 ટકાનો જંગી વધારો નોંધાયો હતો. ચાર દિવસીય આ ઇવેન્ટમાં 100 થી પણ અધિક સ્થાનિક જ્વેલરી કંપનીઓ દ્વારા આકર્ષક જ્વેલરી ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.એક્સ્પોમાં થયેલા જંગી કારોબાર અને સફળતાથી આગામી સમયમાં ઝવેરાતના ક્ષેત્રનું ઉત્સાહજનક અને ઝળહળતું ભવિષ્ય સામે આવ્યુ હતુ.અમિરાતી જ્વેલરી બ્રાન્ડ્સ અને કુશળ ડિઝાઇનરો દ્વારા નિર્માણ પામેલી પરંપરાગત અને આધુનિક જ્વેલરી સંગ્રહ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જ્વેલ્સ અમીરાત શો અંગે એક્સ્પો સેન્ટર શારજાહના સીઈઓ સૈફ મોહમ્મદ અલ મિડફાએ કહ્યું કે ઝવેરાત અને સોનાના વેપારને ઉત્તેજન આપવામાં એક્સ્પોએ અસરકારક ભુમિકા નિભાવી સ્થાનિક બજારમાં જ્વેલરીના વેચાણને વેગ આપ્યો છે.આ ઉપરાંત સ્થાનિક જ્વેલરી કંપનીઓ દ્વારા લક્ઝરી જ્વેલરી, વોચ,હીરા જડીત નવીનતમ જ્વેલરી સંગ્રહ ખરીદવા ની મુલાકાતીઓને પણ એક અદભૂત તક પ્રદાન કરી હતી. એક્સ્પો સેન્ટર શારજાહના વેચાણ અને માર્કેટિંગ વિભાગના ડિરેક્ટર સુલતાન શત્તાફે જણાવ્યું હતું એક્સ્પોની સફળતા અંગે પ્રદર્શન કંપનીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક જ્વેલરી કંપની સાલેમ અલ શુએબી જ્વેલરી દ્વારા હીરા જડીત સફેદ સોનાની રિંગના પ્રમોશન માટે 2000 દિરહામના દૈનિક શોપિંગ વાઉચરો સહીત ડીસ્કાઉન્ટ ઓફર્સ કર્યા હતા. જેનો જ્વેલરી શોખિનોએ ભરપુર લાભ ઉઠાવ્યો હતો. પરિણામે કરોડોના કારોબાર થતા ઝવેરીઓ સહીત માર્કેટમાં ઉત્સાહજનક વાતાવરણનું નિર્માણ થયુ છે.