માઈક્રો ફાઈનાન્સ : MFIનો લોન પોર્ટફોલિયો 6 ટકા વધી 249 લાખ કરોડ નોંધાયો

23

DIAMOND TIMES – માઈક્રો ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા લોન ફાળવણી, એસેટ ક્વોલિટી, નવી લોનની ઈન્ક્વાયરીનું પ્રમાણ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં વધ્યું છે. માઈક્રો આંત્રપ્રિન્યોર્સ, અને મહિલા દેવાદારોને નાની સાઈઝની લોન પ્રદાન કરતી ઈન્ડસ્ટ્રીનો પોર્ટફોલિયો સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 6 ટકા વધી 249 લાખ કરોડ નોંધાયો છે.

જ્યારે જૂન સામે 2.1 ટકા વધ્યો છે. એપ્રિલ-જૂન સમયગાળામાં કોવિડની બીજી લહેર દરમિયાન આર્થિક પ્રવૃત્તિને અસર થતાં બાકી લોન ચિંતાનો વિષય બની હતી. જો કે, ઝડપી રિકવરી સાથે 30 દિવસથી વધુ સમય માટે બાકી લોનનું પ્રમાણ ઘટ્યું હોવાનું CRIF હાઈમાર્ક દ્વારા જારી અહેવાલમાં દર્શાવાયુ છે. 30 દિવસથી વધુ સમય માટે બાકી લોન જૂન ત્રિમાસિકમાં 15 ટકા સામે ઘટી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 10.4 ટકા નોંધાઈ છે.

જ્યારે 90 દિવસથી વધુ સમય માટે બાકી લોનનું પ્રમાણ 3.3 ટકા પર સ્થિર રહ્યું છે. લોન માટેની ઈન્કવાયરીનું પ્રમાણ ઝડપથી રિકવર થયું છે. લોન ફાળવણીમાં વધારા સાથે માઈક્રો ફાઈનાન્સ કંપનીઓ માટે એસેટ ક્વોલિટી જાળવી રાખવાની જરૂર છે. 4.1 ટકા દેવાદારો ચારથી વધુ એમએફ કંપનીમાં એક્સપોઝર ધરાવે છે. આ પ્રકારના દેવાદારોનું સૌથી વધુ પ્રમાણ તમિલનાડુમાં અને સૌથી ઓછું આસામમાં છે.

લોન પોર્ટફોલિયોમાં 83% હિસ્સો 10 રાજ્યોનો
માઈક્રો ફાઈનાન્સ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોનની ફાળવણી શહેરી વિસ્તારો કરતાં વધી રહી છે. જો કે, કુલ ગ્રોસ લોન પોર્ટફોલિયોના 83 ટકા હિસ્સો ટોચના 10 રાજ્યોમાં છે. તમિલનાડુમાં સૌથી વધુ લોન ફાળવવામાં આવી છે. આસામ અને પશ્ચિમ બંગાળમાં લોન પોર્ટફોલિયો ઘટ્યો છે. દરભંગા,નાડેડ, અને સિતામઢી લોન પોર્ટફોલિયોમાં શ્રેષ્ઠ પર્ફોર્મર જ્યારે જલપાઈગુરી, કોચ બિહાર, અને કોલ્લમ ખરાબ પર્ફોર્મર રહ્યાં છે.