SDBએ જાહેર કરી વધુ એક રાહતરૂપ યોજના : પ્રથમ ચરણમાં કામકાજ શરૂ કરનાર સભ્યોને છ મહીના માટે મેઇન્ટેનન્સમાથી મળશે મુક્તિ

sdb

સુરત ડાયમંડ બુર્સને ઝડપથી ધમધમતુ કરવાના પ્રયાસ તેજ કરવામાં આવ્યા છે.આજથી થોદા દીવસ પહેલા SDB નિર્માણ કમિટી દ્વારા એક અનોખી પહેલની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ જો કોઇ હીરાની કંપની મુંબઈમાં હીરાના કારોબારનો સંપુર્ણ રીતે સંકેલો કરી ડીસેમ્બર- 2022 સુધીમાં SDBમાં પોલિશ્ડ ટ્રેડીંગ શરૂકરશે તો આવી કંપનીઓને આજીવન અગ્રણી સભાસદની કેટેગરી આપવાનો કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતો.

ઉપરોક્ત નિર્ણય પછી SDB એ હવે વધુ એક રાહતરૂપ યોજના જાહેર કરી છે. જે મુજબ સુરત ડાયમંડ બુર્સમાં પ્રથમ ચરણમાં કામકાજ શરૂ કરનાર સભ્યોને છ મહીના માટે મેઇન્ટેનન્સમાથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

SDBના ચેરમેન વલ્લભભાઈ પટેલે આ અંગે જારી કરેલા એક પરિપત્રમાં સભ્યોને સંબોધતા કહ્યુ છે કે સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડીંગ અને તેની સાથે સંકળાયેલ અન્ય વ્યવસાય ઝડપથી શરૂ થાય તે ઉદ્દેશથી SDB કમિટી દ્વારા વધુ એક રાહતરૂપ યોજના જાહેર કરવામાં આવી છે.જે મુજબ પ્રથમ ચરણ ( ફેઝ-1) માં એટલે કે -31 ડીસેમ્બર -2022 પહેલા મુંબઈથી પોલિશ્ડ ડાયમંડનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરી સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડીંગ પ્રવૃત્તિ શરૂ કરનાર સભ્યોને પ્રથમ છ મહીના માટે મેઇન્ટેનન્સ માથી મુક્તિ આપવામાં આવશે.

કમિટી દ્વારા લેવામાં આવતા ઉપરોક્ત નિર્ણયોનો એક માત્ર ઉદ્દેશ્ય કોઈપણ વ્યક્તિ કે સંસ્થાની લાગણી દુભાવવાનો નથી.પરંતુ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડીંગ અને તેની સાથે સંકળાયેલ અન્ય વ્યવસાયોને વેગ આપવાનો છે.

SDBમાં મેઇન્ટેનન્સ ચાર્જીસમાં મેળવવા માટે નીચે મુજબના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

1) સુરત ડાયમંડ બુર્સના મેઇટેનન્સ ચાર્જીસમાં સો ટકા રાહત મેળવવા પ્રથમ ચરણ (ફેઝ-1) દરમિયાન પોલિશ્ડ ડાયમંડ ટ્રેડીંગ પ્રવૃત્તિ શરૂ કરી દેવી ફરજીયાત છે.પ્રથમ ચરણ (ફેઝ-૧)ની મર્યાદાની આખરી તારીખ ૩૧/૧૨/૨૦૨૨ છે.

2) સભ્ય પોલિશ્ડ ડાયમંડની ખરીદી(પરચેઝ)ગમે તે સ્થળેથી કરી શકે છે તેના માટે સુરત ડાયમંડ બુર્સમાથી જ ડાયમંડની ખરીદી કરવી એવો આગ્રહ નથી.

3) કોઈપણ સભ્ય પોલિશ્ડ ડાયમંડના સેમ્પલ મુંબઈ મોકલી વેચાણ કરશે તો તેવા સભ્યને મેઇન્ટેનન્સ ચાર્જીસમાં રાહત આપવામાં આવશે નહિ તેમજ તે સભ્યનું નામ યાદીમાં સામેલ કરવામાં આવશે નહિ.

4) મેઇન્ટેનન્સ ચાર્જીસમાં સંપૂર્ણ રાહત માટે SDB એ નિયમો ઘડેલ છે તે નિયમોને આધારે નિર્ણય કરવામાં આવશે.તેની ચકાસણી માટે SDB તરફથી સતાવાર કમિટીની નિમણુક કરવામાં આવશે અને કમિટી તરફથી લેવાયેલ નિર્ણય આખરી ગણાશે.

5) મેઇન્ટેનન્સ ચાર્જીસ માટે કમિટી તરફથી ઉપરોક્ત જે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં આકસ્મિક સંજોગોને કારણે ફેરફાર કરવાનો સંપૂર્ણ હક્ક SDB કમિટીનો રહેશે.જેનો કોઈપણ સભ્ય તેનો વિરોધ કરી શકશે નહિ.