બોટ મારફતે ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને ભારત લવાશે

629
એન્ટીગુઆના વડાપ્રધાને કહ્યું કે ચોકસીએ ભાગીને ભૂલ કરી છે જેથી હવે અમે તેને નહીં સ્વીકારીએ, ડોમિનિકન સરકારે ભારત સરકાર સાથે વાતચીત કરી સોંપણી માટે તજવીજ હાથ ધરી

DIAMOND TIMES– અગિયાર હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના માસ્ટર માઈન્ડ નિરવ મોદીના મામા અને ફરાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકાથી પકડી લેવામાં આવ્યો છે.ચોકસી એન્ટીગુઆથી ફરાર થઈ ગયો હતો અને તેના વિરુદ્ધ ઈન્ટરપોલે ‘યેલો નોટિસ’ ઈશ્યુ કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ચોકસી બોટ મારફતે ડોમિનિકા પહોંચ્યો હતો.અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે અને તેને એન્ટીગાની રોયલ પોલીસ ફોર્સને સોંપવાની કવાયત ચાલી રહી છે.એન્ટીગુઆના વડાપ્રધાનના જણાવ્યા અનુસાર ચોકસીની સોંપણી ભારતને કરી દેવામાં આવશે.

એન્ટીગુઆ વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે અમે ડોમિનિકાને કહ્યું છે કે ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવા બદલ મેહુલ ચોકસી પર સખત કાર્યવાહી કરે અને તેને સીધો ભારતને જ સોંપી દેવામાં આવે. હવે અમે ચોકસીને પરત નહીં લઈએ.તેણે અહીંથી ફરાર થઈને મોટી ભૂલ કરી છે.ડોમિનિકન સરકાર અને ત્યાંના કાયદા અધિકારી અમને સહયોગ આપી રહ્યા છે.અમે આ અંગે ભારત સરકારને માહિતી આપી છે કે જેથી તેની સોંપણી થઈ શકે.ડોમિનિકાથી જ ચોકસીને સીધો ભારત મોકલી દેવામાં આવશે.