મેહુલ ચોક્સીએ ભારત વાપસીથી બચવા બેવફા સનમનો સહારો લીધો

721

DIAMOND TIMES – પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડોની લોનની છેતરપિંડી આચરનાર આરોપી મેહુલ ચોક્સીએ ભારત ન આવવુ પડે એ માટે નવો દાવ ખેલી બેવફા સનમનું પાનુ ઉતર્યુ છે.મેહુલ ચોક્સીએ એન્ટીગુઆ પોલીસ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે મારૂ અપહરણ કરવામાં આવ્યુ તેમા મારી મારી મિત્ર બાર્બરા જબારિકાનો હાથ હતો.મને માર મારી બંધક બનાવી જબરજસ્તી કરી ડોમિનિકા લઈ જવાયો હતો.મારપીટ કરનારા એન્ટીગુઆ પોલીસના માણસો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.હવે એન્ટીગુઆ પોલીસ મેહુલ ચોક્સીની ફરિયાદની તપાસ કરશે મેહુલની ભારત વાપસીમાં વિલંબ થશે.

મેહુલે ચોક્સીએ પોલીસને આપેલી માહિતીમાં તેની સ્ત્રી મિત્ર બાર્બરા જબારિકા અંગે ખુલાસો કરતા કહ્યુ કે એક વર્ષથી મારી અને બાર્બરા વચ્ચે મિત્રતા છે.અમો બંને પાછલા એક વર્ષથી એન્ટીગુઆમાંસાથે રહેતા હતા.દરમિયાન ગત તારીખ 23 મેના રોજ બારબરાએ મને તેના ઘરેથી પિક કરવા માટે કહ્યું.જ્યારે હું બારબરાને લેવ માટે ગયો ત્યારે અચાનક જ 8-10 લોકો આવ્યા અને મને માર માર્યો. આ તમામ લોકો પોતાને એન્ટીગુઆના પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા હતા.આ તમામ લોકોએ મારૂ અપહરણ કરીને ડોમિનિકા લઈ ગયા હતા.

ચોક્સીએ દાવો કર્યો છે કે તેણે એન્ટીગુઆ-બારબુડાથી અપહરણ કરી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો.આ અપહરણના ષડયંત્રમાં તેની મિત્ર બારબરા પણ સામેલ છે.તેણે કહ્યું કે જ્યારે 8-10 લોકો તેના ઘરે મારપીટ કરી રહ્યા હતા ત્યારે બારબરાએ મદદ માટે કોઈ પ્રયત્ન કર્યો નહીં. તેણે બુમો પાડવા, ફોન કરવા અથવા બહાર જઈને કોઈની મદદ મેળવવાનો પ્રયત્ન કર્યો નહીં. તેનો અર્થ એવો છે કે તે પણ અપહરણના ષડયંત્રનો ભાગ હતી. ચોક્સીના જણાવ્યા પ્રમાણે એન્ટીગુઆ પોલીસના લોકો હોવાની ઓળખ આપનારા આરોપીઓએ તેની સાથે મારઝૂડ કરી હતી. જેને લીધે ગંભીર ઈજા પહોંચી હતી. તેમણે ફોન, ઘડિયાળ તથા પર્સ પણ છીનવી લીધા હતા.મારઝૂડ બાદ આરોપીઓએ કહ્યું તેમનો ઈરાદો લૂટ ચલાવવાનો નથી.

ચોક્સીએ ભારત સમક્ષ રજૂઆત કરી છે કે ભારતીય અધિકારીઓ ડોમિનિકા આવે અને પોતાની તપાસને લગતા કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ચોક્સીએ દાવો કર્યો છે કે તેણે ભારત ફક્ત સારવાર માટે જ છોડ્યું હતું.તે કાયદાનું પાલન કરનારો નાગરિક છે.ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું કે ભારતીય અધિકારી મારી સામે કોઈ પણ તપાસના સંદર્ભમાં પ્રશ્ન કરી શકે છે.હું તેમને અહીં આવવા અને પ્રશ્ન પૂછવા અંગે ઓફર કરું છું. મે ભારતમાં કોઈ જ એજન્સીથી બચવાનો પ્રયત્ન કર્યો નથી.