મેહુલ ચોકસીને ડોમિનિકામાં જામીન મળતા એન્ટીગુઆ પરત જવા મળી મંજુરી…
DIAMOND TIMES – પંજાબ નેશનલ બેંકનો કૌભાંડી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી ફરી એક વખત ભારતના હાથમાંથી હાથમાંથી છટકી ગયો હોવાના સંકેત છે. એન્ટીગુઆનું નાગરીકત્વ મેળવીને ખુદને સલામત માનનાર ચોકસી રહસ્યમય કારણોસર પાડોશી ટાપુ રાષ્ટ્ર ડોમિનીક રીપબ્લીક પહોંચી ગયા બાદ તેને ઝડપી લેવાયો હતો.ત્યારબાદ તેને ભારત પરત લાવવા પ્રત્યાર્પણની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે જ ડોમીનીકાની હાઈકોર્ટે ચોકસીને જામીન આપીને તેને એન્ટીગુઆ પરત જવાની મંજુરી આપી છે.
ભાણેજ નિરવ મોદી સાથે મળીને રૂપિયા 13000 કરોડના લોન કૌભાંડના આરોપી ચોકસીને સ્વાસ્થ્યના કારણોસર એન્ટીગુઆ જવાની મંજુરી મળી ચુકી છે. જો કે એન્ટીગુઆની સરકારે અગાઉ જાહેર કર્યુ હતું કે તે ચોકસીને ચોકસીને સીધો ભારતને જ સોપી દેવાનું પસંદ કરે છે. આ બાબત જોતા હવે એન્ટીગુઆ તેને સ્વીકારે છે કે કેમ તેના પર સૌની નજર છે.