અગ્રણીઓની પિયુષ ગોયલ સાથેની બેઠક સફળ, લેબગ્રોન ઉદ્યોગના વિકાસ માટે અનેક યોજનાઓની જાહેરાત

લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતી મશીનરીના ઉત્પાદન માટે PLI યોજનાની પણ આપી ખાત્રી

DIAMOND TIMES – કુદરતી હીરાના કારોબારની સમયંતરે વિશ્વમાં લેબગ્રોન હીરાનો વ્યાપ પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે.અમેરીકા-યુરોપના દેશો સહીત સમગ્ર વિશ્વમાં લેબગ્રોન હીરા અને લેબગ્રોન જ્વેલરી યુવાવર્ગમાં અત્યંત લોકપ્રિય બની રહી છે.એક તરફ વર્તમાન સમયમાં વૈશ્વિક બજારમાં લેબગ્રોન હીરા અને જ્વેલરીની માંગ સતત વધી રહી છે.બીજી તરફ ભારત સરકાર હીરા અને ઝવેરાતની નિકાસ વધારવા પર ભાર મુકી રહી છે.

આવા સંજોગો વચ્ચે લેબગ્રોનના ક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓ લેબગ્રોન હીરાના કારોબારને ગતિ આપવા સજાગ બન્યા છે.તેઓ લેબગ્રોન હીરાનો કારોબાર વિસ્તારવાં ચિત્તા જેવી ચપળતા સાથે એક પછી એક ઝડપી નિર્ણયો લઈ રહ્યાં છે.

લેબગ્રોન ઉદ્યોગને ગતિ આપવા અંગેની માંગણી સાથે જીજેઈપીસીની આગેવાની હેઠળનું એક ડેલીગેશન આજે દીલ્હી ગયુ હતુ,આ ડેલિગેશને દીલ્હીમાં ભારત સરકારના કોમર્સ મંત્રી પિયુષ ગોયલ સાથે બેઠક કરી હતી.જેમા ચાઈના જે રીતે લેબગ્રોન ડાયમંડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યું છે તેવી જ રીતે સુરતમાં પણ લેબગ્રોન ડાયમંડના ઉત્પાદનમાં કેવી રીતે આગળ વધી શકાય તે માટે કોમર્સ મંત્રી પિયુષ ગોયલ સમક્ષ સફળ પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.જેનાથી પિયુષ ગોયલ ભારે પ્રભાવિત થયા હતા અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની પ્રગતિ માટે સરકારે આપી મદદની ખાત્રી

ડેલિગેશનની યોગ્ય રજુઆત અને પ્રેઝન્ટેશનથી પ્રભાવિત મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રી પિયુષ ગોયલે ભારતમાં લેબગ્રોન ડાયમંડ મશીનરી માટેની PLI યોજના અમલમાં લાવવાની ખાત્રી આપી હતી.

LGD પાર્ક અથવા CFC માટે જમીનની ફાળવણી કરી આપવામાં આવશે.

મંત્રાલય દ્વારા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન મશીનરી માટે ખાસ પેકેજની જાહેરાત,જેથી વધુ મશીનરીનું ઉત્પાદન કરી શકાશે અને તેની વિદેશમાં નિકાસ કરવાની પણ યોજના

ગ્રાહકોની સુરક્ષા માટે લેબગ્રોન ડાયમંડની વ્યાખ્યા બદલી તેને બ્યુરો ઓફ સ્ટાન્ડર્સ( BIS) માં સમાવિષ્ટ કરવાની યોજના,જેનાથી લેબગ્રોન હીરાના વેચાણ વધવાની આશા

કૌશલ્યા વર્ધક તાલીમ આપી આ ક્ષેત્ર માં રોજગારીની નવી તકો ઊભી થશે.

સંશોધન અને વિકાસ (R&D) માટે IIT જેવી ઉચ્ચ સંસ્થાની મદદ લેવામાં આવશે.

PLI માટે જો એકમો રૂ. 50 કરોડ અને તેથી વધુનું રોકાણ કરે તો ઉત્પાદન બમણું થવું જોઈએ.

PLI હેઠળ લાભ લેતી આ કંપનીઓ GJEPC દ્વારા પ્રમાણિત હોવી આવશ્યક છે.

લેબગ્રોન ડાયમંડને FTP માં સામેલ કરવામાં આવશે.લેબ ગ્રોન ડાયમંડ સ્ટડેડ જ્વેલરી માટે નવો HS કોડ પર વિચારણા કરવામાં આવશે.

સુરતમાં મેગા CFC માટે ઇન્ડસ્ટ્રી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 50:50 ટકાનું રોકાણ કરવા પર મંત્રણા હાથ ધરવામાં આવશે.

મંત્રાલય નેચરલ ડાયમંડ સાથે પણ અલગ બેઠક કરશે તથા વીજળી માટે વિશેષ ટેરિફ રજૂ કરવામાં આવી શકે છે.

GJEPCમાં જેમ નેચરલ ડાયમંડ માટે કેપી પ્રક્રિયા છે તેવી જ પ્રક્રિયા LGD માટે પણ વિકસાવવા પર ચર્ચા થયી.

ડેલિગેશનમાં સામેલ સભ્યોની યાદી

જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ
રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા,
મનિષભાઈ જીવાણી,
નરેશભાઈ લાઠિયા,
મુકેશભાઈ પટેલ -એમ.કાંતીલાલ,
સ્નેહલ ડુંગરાણી,
કેવલ વિરાણી,
સમીર જોશી
ચિરાગભાઈ ભથવારી
બાબુભાઈ વાઘાણી – પ્રમુખશ્રી સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન